________________
૧
અદત્તાદાન વિરમણ શકાય. ધન જવાથી મનુષ્યની વૃત્તિ, બુદ્ધિ વગેરેને નાશ થાય છે. કેટલાક મનુષ્યો ધન જવાથી ગાંડા થઈ જવાના તથા ચિત્તભ્રમવાળા થઈ ગયાના દાખલા જોવામાં આવે છે.
કપટથી અથવા અન્યાયથી પરધનનું હરણ કરવાથી કે ચોરી કરવાથી શા શા ગેરલાભ થાય છે તે આપણે વિચારીએ. તેવા મનુષ્યને મોટે ગેરલાભ તો એ થાય છે કે કોઈ તેને વિશ્વાસ કરતું નથી. આવું કામ કરનારને નિરંતર રાજ્યને ભય રહ્યા કરે છે. જ્યારે મનુષ્યને પરધમતરણ કરવાની ઈચ્છા જાગે છે ત્યારે તે ન્યાય અન્યાય કાંઈપણ જેતે નથી અને ધનને ખાતર પોતાના સ્વજનોને પણ ઘાત કરવા તે તૈયાર થાય છે, તે પછી બીજા ઘરના સંબંધીઓ માટે તે કહેવું જ શું? તેવા મનુષ્યને કોઈ સંસર્ગ કરતું નથી અને પિતાને ત્યાં આવ્યું હોય તે તે જ્યાં સુધી ન જાય ત્યાં સુધી સર્વ કઈ તેના પ્રત્યે શંકાની નજરથી જોયા કરે છે. તેવા કામ કરનારનું ચિત્ત સદા સર્વદા ભયબ્રાન્ત રહે છે અને રાત્રે પણ તેને નિદ્રા આવતી નથી. હું પકડાઈ જઈશ એ વિચારથી તે જાગ્યા કરે છે. બીજાને દુઃખી કરીને કોઈ શાન્તિ પામ્યું નથી અને પામી શકે પણ નહિ.
કોઈ ચોરી કરે, ચોરને મદદ કરે, ચેરે ચોરી લાવેલી વસ્તુઓ ખરીદ કરી લે, અથવા સાચવી રાખે, એાછાં અધિકાં માપ કરી બીજાને છેતરે, વસ્તુઓમાં શેળસેળ કરે, કઈ પણ રીતે જેના પર પોતાને ખરો હકકે નથી તે લે અથવા લેવાને પ્રયત્ન કરે, તે તે સર્વ શાસ્ત્ર પ્રમાણે આ અદત્તાદાનના વિષયમાં આવી જાય છે. રાજ્યનું દાણ અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org