________________
૨૬
પવિત્રતાને પથ
એ શબ્દના અર્થ કરીએ તે તે જીવ ખધામાં બ્રહ્મ આત્માને જુએ છે અને તે પ્રમાણે વતે છે, અર્થાત્ જેને આત્મદૃષ્ટિએ સ્ત્રી કે પુરુષ એવા ભેદ રહ્યો નથી તે જ મનુષ્ય પૂર્ણ રીતે તે વ્રત પાળી શકે છે. જ્યાં સુધી આ પુરુષ છે અને આ સ્ત્રી છે, એ બાબત પર ભાર મૂકવામાં આવે છે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાલન ઘણું અઘરું' છે. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે—
નીરખીને નવ યાવના, લેશ ન વિષય નિદાન: ગણે કાષ્ઠની પુતળી, તે ભગવાન સમાન.
વિષયવૃત્તિ એ ઉત્પાદક શક્તિ છે. તેનામાં કાંઇપણ નવીન ઉત્પન્ન કરવાનુ મળ છે. કુદરતમાં જે એ શક્તિ પ્રખળ ગણાય છે તેમાં એક સ્વરક્ષણની શક્તિ અને બીજી પ્રજોત્પાદક શક્તિ છે. આ શક્તિ ત્રણ રીતે પ્રગટ થાય છે. મનદ્વારા, લાગણીદ્વારા અને શરીરદ્વારા. મનદ્વારા જો આ ઉત્પાદકશક્તિના ઉપયેગ થાય તે તે મનુષ્યને પુસ્તકે લખવાનું, ભાષણેા આપવાનું, નવીન કલ્પનાએ કરવાનું મન થાય છે. લાગણીદ્વારા તે ચિત્રકળારૂપે, સંગીતરૂપે, કાવ્યરચનારૂપે, શિલ્પકળારૂપે પ્રગટ થાય છે. અને તે સ્થૂલ શરીરમાં પ્રગટ થતાં સામી જાતિની વ્યક્તિના સમાગમમાં આવવાની ઇચ્છારૂપે દેખાય છે. શક્તિ એની એ છે, પણ તે આમ ત્રણ રીતે પ્રકટ થાય છે માટે જો મનુષ્ય તે શક્તિને મનદ્વારા અથવા લાગણીદ્વારા પ્રગટ કરવા પ્રયત્ન કરે તે
આ સ્થૂલ શરીરમાં તેનું બળ ઓછુ રહે છે, અને તેને વશ કરવાનું કામ સુગમ થાય છે માટે તે વૃત્તિનું આ સ્થૂલ શરીર ઉપર જેમ બને તેમ એછું દબાણ આવે તેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org