________________
પવિત્રતાને પથે જગતમાં જેટલા જેટલા બનાવે બને છે, કાર્યો થાય છે તે બધાનું મૂળ વિચાર છે. મકાનની બધી જનાઓ પ્રથમ એક એજીનીયરના મગજમાં પેદા થાય છે અને પછી કારીગરે અને મજૂર તે નકશા પ્રમાણે આખું મકાન બનાવે છે, તેવી જ રીતે આપણે ચારિત્રના બંધારણમાં પણ વિચાર મુખ્ય ભાગ ભજવે છે. ભગવદ્દગીતા આ સંબંધમાં લખે છે કે
ध्यायतो विषयान् पुंसः संगस्तेखूपजायते । संगात्संजायते काम:
વિષયનું ચિંતન કરવાથી તે પ્રત્યે આસક્તિ પદા થાય છે અને આસક્તિ પરથી તે મેળવવાની ને ભેગવ વાની પ્રબળ ઈચ્છા થાય છે અને તે ઇચ્છા કાર્યરૂપે પરિ. ણમે છે; માટે સઘળી અનર્થકારી ક્રિયાઓને ઉત્પાદક મનુષ્યનો અશુભ વિચાર છે.
પશુઓ અને મનુષ્યમાં એક મોટો ભેદ છે. પશુઓ અમુક સમયે જ પોતાની આ વૃત્તિને અમલમાં મૂકે છે, પણ મનુષ્યને વિશેષ બુદ્ધિબળ મળેલું હોવાથી તે તેને ઉપયોગ તેમજ દુરુપયેગ કરી શકે છે. જે મનુષ્ય પોતાના વિચારોવડે ઉચ્ચમાં ઉચ્ચ પ્રદેશમાં વિચરી શકે છે તે જ મનુષ્ય પોતાના હલકા પ્રકારના વિચારોથી પશુ કરતાં પણ હલકી સ્થિતિએ જઈ પહોંચે છે. તે વૃત્તિનો તેમજ તે વૃત્તિના ઉપભેગથી મળનાર સુખને વારંવાર વિચાર કરવાથી મનુષ્ય એવા પ્રકારના ભૂતને જગાડે છે કે જે ભૂત તેને નાશ કરતાં સુધી તેને જંપીને બેસવા દેતા નથી, માટે પ્રથમ તે તે સંબંધીના વિચારને સુધારવાની જરૂર છે. પણ આ વિચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org