________________
મૃષાવાદવિરમણ
વળી મનુષ્યને એક અસત્ય છુપાવવાને બીજાં અનેક અસત્ય ઊભાં કરવાં પડે છે અને બીજા મનુષ્યને પણ પિતાના અસત્યના ભાગીદાર બનાવવાની જરૂર પડે છે. વળી અસત્યમાં એવાં બીજ રહેલાં હોય છે કે જે પોતાના જ નાશના કારણરૂપ બને છે.
છેતરનાર જ છેતરાય છે” એવચન સદા સર્વદા હદયમાં કતરી રાખવાનું છે. અસત્ય એ ચાર દિવસના ચાંદરણા જેવું છે.
ધારો કે આપણે એવું અસત્ય બેલીએ કે જેથી સામી વ્યક્તિને નુકસાન ન પણ થાય, છતાં આપણને પિતાને જે મેટું નુકસાન થાય છે તેનો વિચાર કરવો ઘટે છે. અસત્યથી અથવા આપણે જે કાંઈ જાણુતા અથવા માનતા હોઈએ તેની વિરુદ્ધ બેલવાથી આપણું મન મલિન બને છે, અને તેથી આત્મા પર એક જાતનો પડદો આવી જાય છે. અને આપણે આત્માને પ્રકાશ ઝીલવા અસમર્થ થઈએ છીએ. આપણુ દષ્ટિ ઉપર પડલ આવી જાય છે, અને અમુક વસ્તુ અથવા બનાવમાં સત્ય તત્વ શું છે તે આપણે જાણું શકતા નથી પણ–
He who thinks truth, speaks truth or acts truth, acquires a power to know truth by intuition which is above all reasoning.
જે સત્ય વિચારે છે, સત્ય બોલે છે અને સત્ય વર્તન રાખે છે, તે આન્તરપ્રતિભા જે બુદ્ધિની પણ પેલી પારની શક્તિ છે, તે વડે સત્ય જાણવાની–પારખવાની શક્તિ મેળવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org