________________
મૃષાવાદવિરમણ
૧૭ કિંમતી ગણે છે. મનુષ્ય ધારે તે સર્વાગ સંપૂર્ણ સત્ય બોલી શકે, પણ તેને વાસ્તે ભોગ આપવા તેણે તૈયાર રહેવું જોઈએ.' હરિશ્ચંદ્ર સત્યવાદી રહી શક્યા, કારણ કે પોતે આપેલા વચન નને ખાતર ભેગ આપવાને તત્પર હતા. આજે હજાર વર્ષે તેમનું નામ આપણે જીભ પર તરી આવે છે. ધર્મરાજા કહેવાતા યુધિષ્ઠિર અણને પ્રસંગે અશ્વત્થામા મરાયા તે ઊંચા સ્વરે બોલ્યા નો વા કુંજરે ચા-એટલે તે મનુષ્ય હેય કે હાથી હોય–એટલું ધીમેથી બોલ્યા. તરત જ તેમને રથ જે પૃથ્વી પર ચાલતું હતું તેનું એક ચક્ર ભૂમિમાં પેસી ગયું. તે સત્યવાદી જીવે અસત્ય કહ્યું પણ તરત જ તેના અંત:કરણે ડંખ દીધો. અંતઃકરણરૂપી ઝગઝગતી તરવારે તેના મર્મસ્થળને લેવું. આ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે આપણને કેમ એકદમ અસર થતી નથી ? કારણ એ જ કે ઉજળે લુગડે ડાઘ લાગે. ઉજળી ભીંત પર કાળું ધાબું તરત દેખાય, પણ
જ્યાં બધું કાળું હોય ત્યાં જરાક કાળાશને ઉમેરો થાય તે તે શી રીતે જણાય? જેણે વ્રત લીધાં હોય તેને અતિચાર લાગે, પણ જે સદા અવિરતિપણામાં રમણ કરતા હોય તેને પાપથી પાછા હઠવાને વિચાર જ કયાંથી સૂઝે?
અસત્યના કેટલાક ગેરલાભ આપણે વિચાર્યા, તે જ રીતે સત્યના લાભ પણ વિચારવા જરૂરના છે.. સત્યથી લકને આપણા પ્રત્યે વિશ્વાસ બેસે છે, માન પ્રતિષ્ઠા વધે છે, વ્યાપાર રોજગાર પણ તે સાખ–આબરૂને લીધે સારે ચાલે છે. સત્યવાદી મનુષ્યમાં સત્યથી એક પ્રકારનું બળ આવે છે. અસત્ય બોલનારા અચકાતા અચકાતા બોલે છે ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org