________________
મૃષાવાદવિરમણ
- કેટલાક તે બડાઈ મારનારા મનુષ્ય હોય છે. તેઓની સર્વ વાતે અતિશયોક્તિથી ભરેલી હોય છે. તેઓ પિતાની દોલતના, સમાજમાં પોતાની સ્થિતિના, મોટા મોટા મનુષ્ય સાથેની પિતાની દેસ્તીના, પિતાને મળેલા માનચાંદના, પિતાના વડિલે ભૂતકાળમાં કરેલા પરાક્રમનાં અને ભવિષ્યમાં તે કેવાં પરાક્રમ કરવા ધારે છે તેને લગતા હવાઈ ખ્યાલેના સંબંધમાં બડાઈ મારતા જ હોય છે. આ હકીક્તોને અર્ધ કરતાં પણ વધારે ભાગ તેઓની કલ્પનાશક્તિથી તેઓએ રચે હોય છે, અને સત્યના પ્રકાશમાં આ હકીકતો ટકી શકે તેવી હોતી નથી માટે સત્યના ઉપાસકે આવી બેટી બડાઈ મારવાની ટેવથી દૂર રહેવું. જ્યારે મનુષ્ય બીજાને કોઈ વાત કહેવા માંડે છે ત્યારે તે વાતને રસિક બનાવવાને તેના જે અંગમાં ન્યૂનતા હોય તે પોતાની કલ્પનાવડે ભરી દે છે અને આ રીતે અસત્ય બોલવાને દેરાય છે.
બીજા પ્રકારના અસત્યવાદીઓ દ્વેષથી અસત્ય વચનો બલવાને દેરાય છે. તેઓ બીજાઓ સંબંધી અપ્રિય બાબતો સાંભળીને તેમાં પોતાના તરફથી કાંઈક ઉમેરો કરીને જગત આગળ એવું વર્ણને મૂકે છે કે લોકે તે વાત સાચી માનવાને દોરાય છે. તેઓ આ રીતે વગરપૈસાના પરનિંદા ફેલાવનારા ફેરીઆનું કામ કરે છે. આ ગુન્હો ઘણો મોટો છે. એથી ચારિત્રપ્રતિષ્ઠાને થતી હાનિ ન સહન થવાથી કેટલાકે આપઘાત કર્યાના દાખલા જગપ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સહસાકારે કેઈની ખરી પણ ગુપ્ત વાત પ્રકટ કરવી એ પણ સત્યને અતિચાર છે, તો પછી બીજાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org