________________
પ્રકરણ ત્રીજું
અદત્તાદાન વિરમણ. ત્રીજું પાપસ્થાનક–આત્માના પ્રકાશને રોકનારું કારણ અદત્તાદાન છે. તેને સામાન્ય અર્થ એ થાય છે કે બીજાએ નહિ આપેલી વસ્તુ, તેની ઈચ્છા સિવાય લેવી તે, અદત એટલે નહિ આપેલનું આદાન અથવા ગ્રહણ છે. - જીવને બાહ્ય વસ્તુઓ મેળવવાને શેખ થાય છે. લોકેની વાસનાઓ અને જરૂરીઆતો વધવા પામી છે. જે પદાર્થો પ્રથમ માજશેખની ચીજ તરીકે ગણવામાં આવતી હતી તે હવે દરરોજના જરૂરીઆતના વિષયરૂપ થઈ પડેલ છે. એટલે વિશેષ ધનની જરૂર પડે છે. તે ધન જે યોગ્ય રસ્તે મળે તો તે ઠીક, પણ જો તેમ ન મળે તો અન્યાયથી, કપટથી, બીજાને છેતરીને, ચોરી કરીને અથવા વિશ્વાસઘાત કરીને પણ તે મેળવવા જ દોરાય છે. અને આ રીતે આ ત્રીજા પ્રકારનું પાપકર્મ કરે છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણ છે, અને તે જવાથી મનુષ્યના આંતર પ્રાણનો પણ નાશ થવા સંભવ છે. જ્ઞાનાર્ણવમાં લખ્યું છે કે:
वित्तमेव मतं सूत्रे, प्राणा बाह्याः शरीरिणाम् । तस्यापहारमात्रेण, स्युस्ते प्रागेव घातिताः॥१॥
ધનને ધર્મપુસ્તકોમાં જીવના બાહાપ્રાણરૂપ કહેવામાં આવ્યું છે, માટે તેનું હરણ કરવાથી તેના પ્રાણ જ લીધા એમ કહી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org