________________
પ્રાણાતિપાતવિરમણ જ રીતે નોકરચાકરને લાત મારવી અથવા શરીરના બીજા કેઈ ભાગ પર મારે, અથવા કોઈને એક પણ અવયવાદિક નાક કાપી નાખવે તે પણ હિંસા છે. સ્ત્રીઓને તેમ જ હાથ નીચે મૂકાયેલાં બાળકોને સેટીથી મારવાં અથવા કઈ પણ શારીરિક શિક્ષા કરવી તે પણ હિંસા છે. જ્યારે બાળકોને-કુમળા બાળકોને ગૃહમાં કે શાળામાં શિક્ષા કરવામાં આવે છે ત્યારે તેમાંથી ચાર અનર્થો ઉપજે છે. (૧) બાળકો બીકણ થાય છે. (૨) તેઓ ભયને લીધે અસત્ય બોલતાં શીખે છે. (૩) તેઓ મારનારા પ્રત્યે દ્વેષ રાખે છે અને (૪)તેઓ જાતે પણ નિર્દયતાને પાઠ શીખી સમય જતાં પોતાના હાથ નીચે આવતાં બાળકે તરફ ઘાતકી બને છે.
પોતાના પ્રાણ જેટલા પિતાને પ્રિય છે તેટલા જ સામાના પ્રાણ તેને પ્રિય છે, પણ મનુષ્ય ક્રોધ, લેભ કે કામના આવેશમાં આવી બીજાઓને હેરાન કરતાં, અથવા બીજાઓના શરીરને અનેક પ્રકારનો ત્રાસ ઉપજાવતાં જરા પણ ડરતા નથી. માંસાહારનો પણ હિંસામાં સમાવેશ થાય છે. પશુના વધ સિવાય માંસ મળતું નથી માટે જે લોકો માંસાહાર કરે છે તેઓ હિંસાથી થતાં પાપના ભાગી બને છે, માંસાહારી પશુના વિકાસક્રમમાં અડચણ નાખે છે તેટલે અંશે કુદરતી નિયમ પ્રમાણે તેના પિતાના વિકાસમાં અંત. રાયે આવે છે. પશુને લાગુ પડેલા ક્ષય, ચાંદી વગેરે રેગનાં જંતુઓ પણ તે માંસમાં હોય છે, અને તેથી તેનું માંસ ખાનાર મનુષ્યને તે રેગો લાગુ પડવાને સંભવ છે. વળી પશુને જ્યારે મારવામાં આવે છે ત્યારે તે પશુના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org