________________
પવિત્રતાને પંથે
अहिंसैव जगन्माताऽ-हिंसैवानन्दपद्धतिः । अहिंसैव गतिः साध्वी, श्रीरहिंसैव शाश्वती ॥
અહિંસા જગતની માતા છે, અહિંસા આનંદની શ્રેણી છે, અહિંસા એ જ ઉત્તમગતિ–માર્ગ છે અને અહિંસા એ જ શાશ્વતી લક્ષ્મી છે. યંગસૂત્રના રચનાર શ્રી પતંજલિ ઋષિ કહે છે કે
જ્યારે મનુષ્યને અહિંસા સિદ્ધ થાય ત્યારે તેવા મનુષ્યની સમીપમાં વિરોધી પ્રાણીઓ પણ પિતાનો વૈર. વિરોધ તજી દે છે.” આપણે શાસ્ત્રોમાં પણ સાંભળ્યું છે કે–જ્યારે મહાવીર પ્રભુ સમવસરણમાં બેસી ઉપદેશ આપતા હતા તે સમયે સર્વ પશુ-પંખીઓ પણ પિતાને સ્વાભાવિક વિરોધ તજી એક બીજા સાથે પ્રેમભાવથી બેસતા હતા.
જે અહિંસાને આવો પ્રભાવ છે તેનું સ્વરૂપ આપણે સમજવું જોઈએ, અને તેની પ્રતિપક્ષી હિંસાને ત્યાગ કરે જોઈએ.
પ્રાણાતિપાતનો અર્થ એ જ થાય છે કે કોઈ પણ જીવને તેના પ્રાણથી નિયુક્ત કરવો અથવા તેને મારી નાખવો. મનુષ્યને અથવા પશુને સર્વથી મારી નાખવું એટલામાં જ હિંસા સમાઈ જતી નથી, પણ પશુ પર અતિશય ભાર ભરો, તેની ચામડી છેદવી, તેને બાંધી રાખી ગ્ય સમયે ઘાસપાછું ન આપવાં, તેને સખ્ત ચાબકાથી મારવું, અથવા અણીવાળે પરણે ઘંચી તેની ચામડીમાં છિદ્ર પાડવાં–આ સર્વને પણ હિંસામાં સમાવેશ થાય છે. તેવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org