Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ પ્રાણાતિપાત વિરમણ આત્માની શક્તિઓને પ્રકટ થવામાં જે અંતરાયભૂત કારણે છે તેને પાપસ્થાનકે કહેલાં છે. તે પાપના-અશુભ પ્રવૃત્તિના હેતુઓ છે. જ્યાં સુધી પાપપ્રવૃત્તિના હેતુઓ વિદ્યમાન હોય ત્યાં સુધી અશુભ પ્રવૃત્તિ થવાની અને તેના પરિણામે જે કર્મરૂપ વાદળ પ્રગટે તે આત્મસૂર્યને પ્રકટ થવા દે નહીં માટે જે આત્માની ખરી શક્તિઓ પ્રકટ કરી સ્વાનંદમાં મહાલવું હોય તો મનુષ્ય અઢાર પાપસ્થાનકેનું સ્વરૂપ સમજી જેમ બને તેમ તેને ત્યાગ કરવા પ્રવૃત્ત થવું જોઈએ. તે અઢાર પાપસ્થાનકો જૈનધર્મમાં વર્ણવેલા છે તે નીચે પ્રમાણે છે – (૧) પ્રાણાતિપાત. (૨) મૃષાવાદ. (૩) અદત્તાદાન. (૪)મિથુન. (૫) પરિગ્રહ. (૬) ક્રોધ. (૭) માન. (૮) માયા. (૯) લેભ. (૧૦) રાગ. (૧૧) વેષ. (૧૨) કલહ. (૧૩) અભ્યાખ્યાન. (૧૪) પશુન્ય. (૧૫) રતિ અરતિ. (૧૬) પરપરિવાદ. (૧૭) માયામૃષાવાદ. (૧૮) મિથ્યાત્વશલ્ય. આ અઢાર પાપસ્થાનકે આત્માના પ્રકાશને પ્રગટ થતું અટકાવે છે. આ અઢારમાં પ્રથમના પાંચ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ મુખ્ય છે. બીજાં તેર ગણે છે, પણ આ પાંચને પુષ્ટિ આપી વધારે પ્રબળ બનાવે છે તે અપેક્ષાએ તે તેર પણ પાપસ્થાનકે છે. વળી આ પાંચમાં પણ મુખ્ય પાપસ્થાનક હિંસા છે. તે બધા દનું મૂળ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે–સર્વ જીવો પ્રત્યે. અહિંસા-પ્રેમ (મૈત્રીભાવ) કરીને જીવ શાન્તિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરે છે. જ્ઞાનાવમાં પણ કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 136