________________
(
સંપાદન શૈલી.. )
આ ગ્રંથમાં પૂર્વાપર સેટીંગનો ક્રમ આ પ્રમાણે રહેલ છે - (૧) શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિકૃત શ્લોક અને શ્રી સિદ્ધર્ષિગણિ કૃત વૃત્તિ, (૨) ન્યાયરશ્મિ ગુજરાતી વિવેચન, (૩) શ્રીદેવભદ્રસૂરિકૃત અર્થસંપ્રેષણરૂપ ટીપ્પણ, (૪) શાસ્ત્રસંલોક, અને (ક) ગુજરાતી
ફૂટનોટ
મૂળ શ્લોકો બોલ્ડ તેમજ મોટા ફોન્ટમાં લીધેલ છે. વૃત્તિના કયા પદાર્થોનું કયું ટીપ્પણ છે - તે જાણવા, વૃત્તિગત તે તે પદાર્થોના મથાડે સંસ્કૃતમાં નંબર આપ્યા છે અને તે અક્ષરોને બોલ્ડ પણ કર્યા છે. વૃત્તિના કયા પદાર્થનું કયું વિવેચન છે – તે જાણવા, વૃત્તિગત ફકરાની પહેલા નંબર આપેલા છે. જ વૃત્તિના કયા પદાર્થનું કયું શાસ્ત્રસંલોક ટીપ્પણ છે - તે જાણવા, વૃત્તિગત તે તે પદાર્થોનો મથાડે અંગ્રેજીમાં નંબર આપ્યા છે. ન્યાયાવતાર ઉપર પૂજય હરિભદ્રસૂરિકૃત અવસૂરિરૂપ વૃત્તિ અને પૂજ્ય શાંતિસૂરિકૃત વાર્તિક-તે બંનેને પરિશિષ્ટ તરીકે સંપાદિત કરેલ છે. આ પ્રસ્તુત ગ્રંથમાં સંપાદિત કરેલ વૃત્તિ આદિ માટે, પૂર્વસંપાદિત
વૃત્તિ વગેરેનો જ મૂળ આધાર રાખેલ છે. પણ, જ્યાં અમને ત્ર અશુદ્ધિ જણાઇ, તે તે સ્થળે હસ્તલિખિત પ્રતોને અનુસાર
શુદ્ધપાઠોની ગવેષણા કરી, તે શુદ્ધ પાઠોને જ અહીં સ્વીકૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org