Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧ : સ્થાપના અને શરૂઆત
ભગવાન મહાવીર–હે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવત હેય કે કદાચ દુર્વત પણ હેય.” “ગૌતમ–હે ભગવન ! એનું શું કારણ?”
ભગવાન મહાવીરએ પ્રમાણે વ્રત લેનારને, “આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ (જંગમ) છે, આ સ્થાવર જીવ છે.' એવું જ્ઞાન ન હોય, તે તેનું તે વ્રત સુવ્રત ન કહેવાય, પણ દુર્બત કહેવાય. જેને જીવ-અજીવનું જ્ઞાન નથી, તે જીવહિંસા ન કરવાનું વ્રત લે તે તે સત્ય ભાષા નથી બેસતો, પરંતુ અસત્ય ભાષા બોલે છે. તે અસત્યવાદી પુરુષ સર્વ ભૂત-પ્રાણોમાં મન-વાણી-કાયાથી કે જાતે કરવું કે બીજા પાસે કરાવવું કે કરનારને અનુમતિ આપવી—એ ત્રણે પ્રકારે સંયમથી રહિત છે, વિરતિથી રહિત છે, એકાંત હિંસા કરનાર તથા એકાંત અન છે. પરંતુ જેને જીવ વગેરેનું જ્ઞાન છે, તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે, તો તેનું જ વ્રત સુવત છે, તથા તે સર્વ ભૂત-પ્રાણોમાં બધી રીતે સંયત, વિરત, પાપકર્મ વિનાને, કર્મબંધ વિનાને, સંવર યુક્ત, એકાંત અહિંસક તથા પંડિત છે.”
(શ્રી ભગવતીસાર, પૃ. ૩૦ ૩૧) - જેમ ભગવાને અહિંસાના યથાર્થ આચરણ માટે જ્ઞાનની અનિવાર્યતા બતાવી તેમ, એ જ વાત બધાં વ્રતો, નિયમ, આચાર વગેરેને પણ લાગુ પાડીને કહેવું હોય તો એમ કહી શકાય કે, પ્રવૃત્તિમાત્રમાં પહેલી જરૂર જ્ઞાનની સાચી સમજણની–પડે છે; આટલું જ શા માટે, નિવૃત્તિ તરફ વળવું હોય તો પણ જ્ઞાનની અને સારાસારના વિવેકની પહેલી જરૂર રહે છે. મતલબ કે સાચી સમજણ વગરની કોઈ પણ પ્રવૃત્તિનું પરિણામ રેતીને પીલવા જેવું કે પાણીને વલોવવા જેવું નકામું આવે છે, અને ક્યારેક તો સાચી દિશાના જ્ઞાન વગર ખોટી દિશામાં ચાલનાર જેમ પિતાના ઈષ્ટ સ્થાનની નજીક પહોંચવાને બદલે એનાથી વધુ ને વધુ દૂર જતો જાય છે, એમ એનું પરિણામ ધાર્યા કરતાં સાવ ઊંધું સુધાં આવે છે. આવું ન બને અને આદરેલ પ્રયત્ન દ્વારા હાથ ધરેલ કાર્ય ધારણા મુજબ સફળ રીતે પાર પડે એ માટે, તેમ જ જીવનવિકાસના માર્ગે ઉત્તરોત્તર પ્રગતિ થઈ શકે એ માટે પણ, જ્ઞાનની પહેલી જરૂર પડે છે. માળાના બધા મણકા જેમ દેરાથી પરોવાયેલા હોય છે, એમ પ્રવૃત્તિમાત્રની સફળતા જ્ઞાનના સૂત્રથી પરોવાયેલી છે. જે એ સૂત્રને આવકારી અને સાચવી જાણે છે, એ પોતાના જીવનને સફળતાથી સમૃદ્ધ બનાવી શકે છે.
જ્ઞાનને મહિમા આ સર્વવ્યાપી અને અપાર હોવાને લીધે જ તદ્રષ્ટાઓએ એને જુદી જુદી ઉત્તમોત્તમ ઉપમાઓથી બિરદાવ્યું છે. કેઈકે એને પ્રકાશ રેલાવનાર કહ્યું તે કઈ કે એને સૂર્યની ઉપમા આપીને એને મહિમા વર્ણવ્યું. કોઈ એ એને સર્વશ્રેષ્ઠ સંપત્તિ કહ્યું, કે ઈકે અમૃત કહ્યું તે વળી કેઈએ પરમ પવિત્રતરીકે એનું ગુણકીર્તન કર્યું.
જ્ઞાનની શાખા-પ્રશાખાઓને કઈ પાર નથી. એમાં પારમાર્થિક જ્ઞાન (પરા વિદ્યા) અને અપારમાર્થિક-વ્યાવહારિક જ્ઞાન (અપરા વિદ્યા) એ બનેનો સમાવેશ થઈ જાય છે. એટલે જ્ઞાનના પ્રત્યેક અંશ તરફ અને જ્ઞાનની બધી શાખા-પ્રશાખાઓ તરફ બહુમાનને ૧. નાળ પાતળા ૨. નમો નમો નારિવારજ્ઞા 3. विद्याधनं सर्वधनप्रधानम् । ४. अमृतं तु विद्या । विद्ययाऽमृतमश्नुते । ૫. ન હિ શનિ સદા પવિત્રનિદ વિતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org