Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથી ધર્મ તીર્થની આવી પ્રભાવના માટેના પ્રયત્નમાં જ્ઞાન અને ક્રિયાનું અર્થાત્ તત્ત્વદર્શન અને ધર્માચરણનું એટલે કે સત્યગામી સમજણ અને અહિંસાગામી આચરણનું મુખ્ય સ્થાન છે. આત્મસાધને કે આત્મસાક્ષાત્કારનો એ જ રાજમાર્ગ છે. જ્ઞાનનિયાભ્યાં મોક્ષ એ શાસ્ત્રવાણીનું આ જ રહસ્ય છે. તેથી જ તે જ્ઞાનની આરાધના માટે વિદ્યાતીર્થોની અને ચારિત્રની આરાધના માટે ધર્મતીર્થોની સ્થાપના કરવી, એની રક્ષા કરવી અને એની સુવ્યવસ્થા સાચવવી એ શ્રીસંઘનું ધર્મકૃત્ય લેખવામાં આવ્યું છે. એ ધર્મકૃત્યના પાલનથી શ્રીસંઘ અને ધર્મ બન્નેને મહિમા વધતો રહે છે.
સાચી સમજણ વગર સાચું આચરણ ન થઈ શકે એ સહેજે સમજી શકાય એવી વાત છે. ગમે તે દિશામાં કેવળ ચાલ ચાલ કરવાથી નહીં પણ સાચી દિશામાં પ્રવાસ કરવાથી જ ઈષ્ટ સ્થાને પહોંચી શકાય છે, એ સહુ કેઈના અનુભવની વાત છે. તેથી જ ધર્મશાસ્ત્રના રચનારાઓએ પદમ ના તો રયા-પહેલું જ્ઞાન ને પછી ક્રિયા–એમ કહીને દરેક પ્રકારના વિકાસને માટે જ્ઞાન કે વિદ્યાપ્રાપ્તિને અગ્ર સ્થાન આપ્યું છે–પછી એ વિકાસ આત્મલક્ષી યાને આધ્યાત્મિક હોય કે વ્યવહારકેટને એટલે કે દુન્યવી હોય.
જેન સમાજનો દુન્યવી વિકાસ સાધવાની સાથે સાથે ધાર્મિકતા અને સંસ્કારિતાનું એમાં બીજારોપણ કરીને એને આંતર-બાહ્ય રીતે પ્રાણવાન બનાવવાને એક સમર્થ પુરુષાર્થ, એક યુગદ્રષ્ટા સૂરીશ્વરજીના પ્રેરક માર્ગદર્શન નીચે, શ્રીસંઘે કર્યો, અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવા જાજરમાન વિદ્યાધામની સ્થાપના કરી, એ વાતને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં. એ વિદ્યાધામની પચાસ વર્ષની યશસ્વી અને ગૌરવશાળી કાર્યવાહીની રૂપરેખાને કંઈક પરિચય મેળવી આહુલાદિત થઈએ અને સેવાની પ્રેરણા લઈએ.
[૧]
વિકાસમાત્રની પહેલી જરૂરિયાત: જ્ઞાન બધા ધર્મો અને ધર્મશાએ જ્ઞાનની મહત્તા મુક્ત મને વર્ણવી છે. જ્ઞાનની ઉપગિતા અને ઉપકારિતા અવર્ણનીય છે. પ્રકાશ વગર પંથે ન દેખાય અને મોટા ભાગની પ્રવૃત્તિ પણ થંભી જાય; પરિણામે પ્રગતિ રૂંધાવા લાગેએ જ રીતે જ્ઞાન વગર આગળ વધવાને માર્ગ નથી સૂઝતો. આ વિકાસ બાહ્ય અને આ વિકાસ આંતરિક, અથવા તે આ કલ્યાણ ધાર્મિક કે આધ્યાત્મિક અને આ કલ્યાણ વ્યાવહારિક કે ભૌતિક–એવા ભેદમાં કેટલેક અંશે તથ્ય હોવા છતાં વિકાસ કે કલ્યાણની સાધનામાં પાયાની વાત વસ્તુસ્થિતિનું અને વિકાસના ઉપાયનું યથાર્થ જ્ઞાન મેળવવું એ જ છે. જ્ઞાન કે સાચી સમજણુ એ વિકાસની પહેલી શરત કે આવશ્યકતા છે. - આચરણને સફળ બનાવવામાં સાચી સમજણનું કેટલું મહત્વ રહેલું છે તે શ્રી ભગવતીસૂત્રમાં, સાતમા શતકના બીજા ઉદ્દેશામાં આવતા ગુરુ ગૌતમ અને ભગવાન મહાવીરસ્વામી વચ્ચે થયેલ નીચેના પ્રશ્નોત્તરથી પણ સમજી શકાય છે :
“ગૌતમ-હે ભગવન્! કઈ માણસ એવું વ્રત લે કે, “હવેથી હું સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ છે અને સર્વ કરવાની હિંસાને ત્યાગ કરું છું'; તે તેનું તે વ્રત સુવત કહેવાય કે દુર્વત ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org