________________
– મમાનુસારીયા :– –: માર્ગાનુસારીના ૩૫ ગુણ :
-: PREFACE :મનુસર:- માર્ગાનુસારીના ૩૫ ગુણ (35 Pre-requisites of a follower of preachings of Lord Mahair) નામની આ પુસ્તિકા છપાવતાં મને ઘણો આનંદ થાય છે. ભગવાન મહાવીરના ઉપદેશને સમજવા માટે પ્રવેશદ્વાર સમા આ ૩૫ ગણો મુમુક્ષ જીવને હોવા પરમ આવશ્યક છે. આજથી લગભગ ૯૦૦ વર્ષ પહેલાં જૈન શ્વેતાંબર પંથમાં ખુબજ લોકપ્રિય અને બહુશ્રુત યુનિવર્ય હેમચંદ્રાચાર્યજીએ લખેલ એક કૃતિ (પદ્ય)માં શ્લોક ૫૬ થી ૬૫માં આ ૩૫ ગુણોનો ઉલ્લેખ છે. અનેક પેઢીઓ વીતી ગયા બાદ આજપણ એનું મહત્ત્વ એટલું જ છે જે તે જમાનામાં હતું.
આ પુસ્તિકા “જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ સાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૪. (જેનો હું મેનેજીંગ ટ્રસ્ટી છું) તરફથી પ્રકાશિત કરવામાં આવેલ છે અને તેનું લખાણ / સંપાદન પણ મેંજ કરેલ છે.
The objects of above Trust are amongst other things (1) Spread of cult of non-violence (2) Prevention of cruelty to animals (3) Universal Brotherhood (4) Promotion of world peace and (5) Monetary and other help to poor, down trodden and weaker sections of our Society without discrimination of caste of creed. મારા મહુમ માતા-પિતા જેમણે મારામાં બચપણથી પ્રમાણિકતા અને જીવદયાના સંસ્કાર રેડેલા અને મારા કુટુંબીજનો જેમના સહકારથી દેવલાલી (જ્યાં મેં આ પુસ્તિકા લખેલ / સંપાદન કરેલ છે)માં અવારનવાર પણ નિયમિતપણે રહેવાનું શક્ય બન્યું છે. તે સર્વને યાદ કરું છું. તેમજ આ પુસ્તિકામાં યોગદાન દઈ મને પ્રોત્સાહન આપનાર સર્વ ભાઈ / બહેનોનો આભાર માનું છું.
જે કોઈ ભાઈ / બહેન આ પુસ્તિકા વાંચે અને તેમાં કોઈ તૂટી જણાય (ખાસ કરીને spelling mistakes) તેમજ કંઈપણ ઉમેરવા-ફેરફાર કરવા તેમજ પડતું મૂકવા જેવું જણાય તો મારી તેમને નમ્ર વિનંતી છે કે મને લખી જણાવે જેનો બીજી આવૃત્તિમાં સમાવેશ કરવાથી આ પુસ્તિકા વધુ સમૃદ્ધ-ભાવવાહી અને હૃદયંગમ (more rich, more educative and more instructive) બને. કારણકે તે ઘણા ગુણાનુરાગી ભાઈ/બહેનોના સંયુક્ત પ્રયાસરૂપ હશે. છેલ્લે આ પુસ્તિકામાં વિવેચન કરવામાં આવેલા ૩૫ માર્ગાનુસારીના ગુણો આપ સૌના જીવનમાં ઉતરે અને આગામી વર્ષોમાં તમો વીતરાગ માર્ગમાં એક એક કદમ આગળ વધી અંતીમ ધ્યેય જે નિર્વાણ-મોક્ષને પાત્ર બની આ મનુષ્યભવને સફળ કરો એજ ભાવના. જ્યારે ત્યારે આ કર્યે જ છૂટકો છે'
– શ્રીમદ્ રાજચંદ્ર 'જિનેરૂ પ્રભુના અનન્યાયી' કહેવા જેવું કોઈ બહમાન નથી'. અને ‘ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિન ભયો જિમ ચંદન
કેલી કરે શીવમારગમે, જગમાંહી જિનેશ્વર કે લઘુનંદન' જિનેશ્વર ભગવાનના ‘લઘુનંદન’ સમાન ત્રણ જગતમાં કોઈ બિરૂદ કે અહોભાગ્ય નથી.
ભગવાન મહાવીરનો ઉપદેશ અને તેમણે ચધલ અહિંસા ધર્મ જગતનું કલ્યાણ કરો!
BD. S. SHAH