________________
૧૨ અભિષેક
પછી કુમારે તાપસને કહ્યું : “મહાનુભાવ ! તપ કે જપ ગમે તેટલાં કરીએ, અને દેહનાં કષ્ટો પણ ગમે તેટલાં સહન કરીએ, પણ એમાં વિશ્વમૈત્રીનો, વિશ્વના સમસ્ત જીવો પ્રત્યેના પ્રેમ અને કારુણ્યનો ઘાત ન થવો જોઈએ; ઊલટું એથી તો સર્વ પ્રાણીઓ પ્રત્યે અવૈરની લાગણી જન્મવી જોઈએ અને આવો અગ્નિ પ્રગટાવીને આવું પંચાગ્નિ તપ ક૨વામાં તો તમારા હાથે, ભલે અજાણતાં પણ, ઘણી હિંસા થઈ રહી છે. અને હિંસા તો અવૈરની વિરોધી છે. સંસારમાં ખરો મહિમા તો અવેરનો, અહિંસાનો કે મૈત્રીભાવનો છે અને તમારું તપ તો ઊંધી દિશામાં જઈ રહ્યું છે. તમારું આ ઉગ્ર કષ્ટસહન આત્મસાધના માટે નિષ્ફળ નીવડવાનું છે માટે સર્યું આવા વિવેકશૂન્ય, અજ્ઞાનભર્યા અને હિંસાજનક તપથી ! જ્યાં હિંસા થાય ત્યાં જન્મજન્માંતરનાં વે૨નાં મૂળ નંખાયા વગર કેમ રહે ? અને તો તો આત્માની અધોગતિ જ થાય ને ?”
::
પરંતુ આ તો ભારે ખ્યાતનામ યોગી ! એના ઉગ્ર તપની કીર્તિ ચોમેર ફેલાઈ ગયેલી. એટલે એવો તાપસ એક ઊછરતા યુવાનની આવી વાત કાને કેમ ધરે ? એણે તો રાજકુમારની વાતને હસી કાઢી અને કહ્યું : “ કુમાર, તમે તો હજી બાળક છો, અને રાજવૈભવમાં ઊછર્યા છો. સંસારની માયાવી મોજ માણવી, અશ્વો અને આયુધોની પરીક્ષા કરવી અને વખત આવે યુદ્ધો ખેલવાં એ તમારું કામ ! બાકી તપ, ધ્યાન અને યોગસાધનાના વિકટ માર્ગને તમે શું સમજો ?"
પણ કુમાર પાર્શ્વ કંઈ પોતાનું હું-પદ સ્થાપવા કે નિરર્થક વાદાવાદ કરીને વૈર-વિરોધ કે વિદ્વેષ જગાડવા નહોતા આવ્યા. એમને તો કમઠ તાપસના અંતરમાં પણ અવૈર, અહિંસા અને કરુણાની ભાવનાને જગાડવી હતી; અને એના તપોમાર્ગને નિર્મળ બનાવવો હતો.
"
એમણે એટલું જ કહ્યું : “ ભલા તાપસ, તમે હમણાં જ જોઈ શકશો કે તમારી આવી તપસ્યા કેવી હિંસાનું કારણ બને છે ?”
અને પછી, યોગી સાથે વધુ જીભાજોડી ન કરતાં, કુમાર પાર્શ્વ પોતાના પરિચારક પાસે અગ્નિમાં બળતું એક લાકડું બહાર કઢાવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org