________________
પાંચ જનમની પ્રીત ૦ ૧૩૭
ભાગ :
આસક્તિદોષથી છકે, જન્મ જન્મ્યા જુદા જુદા.” “ જા, તારા મહારાજને એ આપજે, તું ન્યાલ થઈ જઈશ !”
માળી તો રાજી રાજી થઈ ગયો. હર્ષાવેશમાં એ વિચારતો હતો ? ક્યારે મહારાજા પાસે પહોંચું, કયારે આ આખો શ્લોક સંભળાવું અને ક્યારે મારું ઈનામ મેળવું !
ઉત્સુકતાના આવેશમાં ટૂંકો માર્ગ પણ એને જોજન જેવો લાંબો. થઈ પડ્યો. છેવટે એ મહારાજા પાસે પહોંચ્યો અને આખો શ્લોક એણે ગાઈ સંભળાવ્યો :
“જન્મ્યા દાસો, મૃગો, હંસો, ચાંડાલો દેવ સાથમાં; - આસક્તિદોષથી છä જન્મે જન્મ્યા જુદા જુદા. *
ચક્રવર્તી આખો શ્લોક સાંભળીને હરખાઈ ગયા ? છેવટે મને મારો ભાઈ મળ્યો ખરો !
પણ એ તો ઉતાવળમાં એ માળીને જ પોતાનો ભાઈ માનીને એની આવી દુઃખી હાલત જોઈને દુઃખી દુઃખી થઈ ગયા. એમને મૂછ આવી ગઈ. એમને મૂછ વળતાં માળીની પાસેથી સાચી વાત જાણીને ચક્રવર્તી બહુ રાજી થયા, અને મહામુનિ ચિત્રને ભારે આદરપૂર્વક પોતાને ત્યાં તેડી લાવ્યા.
બન્ને ભાઈએ ખૂબ વાતવિનોદ કર્યો.
ચિત્રમુનિએ ખૂબ લાગણીથી ચક્રવર્તીને ત્યાગ અને સંયમનો મહિમા સમજાવ્યો. ચક્રવર્તીને પણ એવી વાતો ગમી તો ખરી, પણ ચીકણા પાષાણ ઉપરથી પાણી સરી પડે એમ એના વિલાસઘેલા મન ઉપરથી એ બધી વાતો સરી પડી. એમનું મન તો હજી પણ આસક્તિમાં જ લીન રહ્યું. *મૂળ ગાથા આ પ્રમાણે છે –
आसि दासा मिगाहंसी चांडाला अमरा जहा । इमा णो छट्ठिया जाई अन्नमन्त्रेण जा विणा ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org