Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 200
________________ રાજા અને યોગી ૦ ૧૮૭ એ રોકાઈ ગયા. પળવાર તો જહાંગીરનું મન સંકોચ અનુભવી રહ્યું આવી વાત કેવી રીતે કરવી ? પણ પછી એણે હસીને કહ્યું “ભલા. આપની ઉમ્ર કેટલી થઈ?” “પચીસ. ” મુનિએ સરળ ભાવે કહ્યું પણ એમને બાદશાહના સવાલનો હેતુ ન સમજાયો. આટલી યુવાન ઉંમરમાં આવો ત્યાગ અને સંયમ સ્વીકારવાની શી જરૂર પડી? એ બધું તો ઘડપણમાં શોભે ! અત્યારે – આ ઉંમરે – તો સુખભોગ-વિલાસ, એ જ હોય. કુદરતે આપને કેવા સૌંદર્ય અને કેવા યૌવનની બક્ષિસ આપી છે ! આ બધું કંઈ આ રીતે નિરર્થક ગુમાવી દેવાનું ન હોય. જુવાની જશે, પછી એ કંઈ પાછી આવવાની નથી.” બાદશાહે કહ્યું. મુનિને બાદશાહ અકળ લાગ્યોએ આજે કેવી કેવી વાત કરી રહ્યો હતો ! મુનિએ સમજાવ્યું : “શહેનશાહ, એ તો જેવી જેની પસંદગી : કોઈને ભોગ ગમે, કોઈને યોગ ગમે. છેવટે તો બધી વાત મનની મુરાદની જ હોય છે ને ! સારું મન માનવીને સારો બનાવે. નઠારું મન માનવીને નઠારો બનાવે. અમે અમારા મનને ઘડવા માટે તો ત્યાગધર્મનો આ ભેખ ધાય છે. એમાં પછી નાની ઉંમર શું અને મોટી ઉંમર શું ? વૈરાગ્ય તો જ્યારે લઈએ, ત્યારે ભલું કરે. જ્યારે જાગ્યા ત્યારથી સવાર !” બાદશાહે પોતાની વાત ટૂંકામાં પતાવતાં કહ્યું : “આપની આવી બધી વાતો નકામી છે. આ રીતે જુવાનીને વેડફી નાખવી અને કાયાને કરમાવી નાખવી એનો કોઈ અર્થ નથી. વખત વખતનું કામ કરે એમ ઉંમર પણ ઉંમરનું કામ કરે. આપણને તો ઉતાવળ ઘણી હોય, પણ એથી કંઈ આંબો જલદી પાકી જતો નથી ! એવું જ આ જિંદગીનું છે. ભોગની આ ઉમ્રમાં યોગ કેવો ? ભોગના વખતે ભોગ શોભે, યોગના વખતે યોગ ! મારી તો એક જ વાત છે : આપનો આ જોગ અને ત્યાગ-સંયમનો આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225