Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 205
________________ ૧૯૨ ૦ અભિષેક ઉપાધ્યાય ભાનુચંદ્ર પણ ભારે સમતાળુ અને શાણા પુરુષ હતા. કાળજાની કોર જેવા શિષ્યને, પોતાના સ્વજન જેવા રાજાને જ હાથે વગર વાંકે સજા થઈ હતી અને પોતાને એનો વિયોગ વેઠવો પડ્યો હતો, એનું દુઃખ કંઈ ઓછું ન હતું. પણ સંસારના ભાવોને એ બરાબર સમજતા હતા. એમને વિશ્વાસ હતો કે છેવટે સત્યનો જય થયા વગર નહીં રહે. એ તો મનના દુઃખ ઉપર સંયમનું ઢાંકણ ઢાંકીને બાદશાહ જહાંગીરને નિયમિત ધર્મવાણી સંભળાવતા જ રહ્યા. અને દિવસો ઉપર દિવસો એ જ રીતે વીતતા રહ્યા. પણ એક દિવસ, સાચે જ, શહેનશાહ જહાંગીરનું અંતર જાગી ઊડ્યું. તે દિવસે મુનિ ભાનુચંદ્રને ઉદાસ જોઈને બાદશાહે પૂછ્યું : મહારાજ, આજે આપ ઉદાસ કેમ છો ?” ભાનુચંદ્રજીએ કશો જવાબ ન આપ્યો; મન ઉપર સંયમ રાખીને એ બિલકુલ મૌન રહ્યા. પણ જાણે પોતાના સવાલનો જવાબ પોતે જ આપતો હોય એમ બાદશાહે લાગણીપૂર્વક કહ્યું : “ઉદાસીનતા કેમ ન હોય ? કલેજાની કોર જેવા શિષ્યનો વિયોગ કોને ન સતાવે ભલા ?” અને બાદશાહ જહાંગીરે યોગીરાજ સિદ્ધિચંદ્રને, આદરમાન સાથે, પોતાના રાજ્યમાં તેડી લાવવા તરત જ કાસદને રવાના કર્યો અને સાધુ-મુનિઓના દેશનિકાલનો હુકમ પણ પાછો ખેંચી લીધો. અંતરાયનો અંત આવ્યો હતો, કારમું દુઃસ્વપ્ન દૂર થયું હતું; ગુરુ અને શિષ્યનો ફરી મેળાપ થયો. યોગીનો યોગ આજે સફળ થયો. રાજા અને યોગી ફરી પાછા ધર્મમિત્રો બની રહ્યા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225