Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 211
________________ ૧૯૮૦ અભિષેક જો આ કામ ગજવેલ જેવું કઠણ હતું તો એ ય કાંઈ કાચી માટીના ન હતા. એમના નિશ્ચયમાં અને એમની સંકલ્પશક્તિમાં પણ ગજવેલની કે વજની તાકાત ભરી હતી. ગમે તેમ થાય, પણ એ પાટણમાંથી પીછેહઠનાં પગલાં ભરવાના ન હતા. કાયાનું ગમે તે થાય, કામ પાર પાડીને ગુરુઆજ્ઞાને ચરિતાર્થ કર્યે જ છૂટકો હતો. છેવટે એમને થયું ઃ કોઈ સહૃદય વિદ્યાપ્રેમી મળી આવે તો એ આપણી વાત જરૂર સમજી શકશે અને આપણને આશ્રય પણ આપશે. એટલે એમણે પાટણના પુરોહિત સોમેશ્વરને ત્યાં જવાનો નિશ્ચય કર્યો, અને થોડી વારમાં તેઓ એમના પ્રાંગણમાં આવીને ઊભા રહ્યા. સોમેશ્વરે જોયું કે મધ્યાહ્નના આકરા તાપમાં બે શ્રમણો પોતાના આંગણે આવીને ખડા છે. નીચે ધરતી તપી રહી છે, ઉપર સૂરજ તપી રહ્યો છે, અને અસહ્ય તાપને કારણે એમની કાયા પણ સંતપ્ત થઈ રહી છે. બન્ને પરસેવાથી રેબઝેબ બની ગયા છે, અને એમના ચહેરા તાંબા જેવા લાલચોળ બની ગયા છે. એ ઉદાર બ્રાહ્મણે તરત જ બન્ને શ્રમણોને ભાવપૂર્વક આવકાર દીધો અને એમની પાસેથી બધી વાત જાણીને પોતાને ત્યાં નિરાકુલપણે રહેવાની વિનંતી કરી. વિદ્યાના પ્રેમી સોમેશ્વરદેવને એ સમજતાં વાર ન લાગી કે આ બન્ને શ્રમણો જેમ જીવનના સાધક છે એમ જ્ઞાનના પણ બળિયા છે. જ્ઞાની સાથે જ્ઞાનીનું સહજ રીતે મિલન રચાઈ ગયું. એ તો અંતરમાં આનંદ આનંદ અનુભવી રહ્યા. એ જાણતા હતા કે ચૈત્યવાસીઓના નાયકની અનુમતિ વગર સુવિહિત સાધુને ઉતારો આપવો એ ગુનો હતો. પણ આજે એમનું અંતર આવા કોઈ વિચારને તાબે થવા તૈયાર ન હતું. આંગણે આવેલા અતિથિ તો દેવતા ગણાય ? ધર્મશાસ્ત્રોની એ આશા, તો પછી એમને જાકારો શી • રીતે અપાય ? અને તેમાં ય આ તો જેવા જ્ઞાની તેવા જ સંયમી. પછી તો એમણે બન્ને શ્રમણો સાથે ખૂબ વિદ્યાવાતાં અને શાસ્ત્રચર્ચા કરી. છેવટે બન્ને આચાર્યોએ પોતાની વાત સમજાવતાં કહ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225