Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 213
________________ ૨૦૦ અભિષેક તાબડતોબ ચૈત્યવાસીઓના માણસો પુરોહિત સોમેશ્વરને ત્યાં પહોંચી ગયા અને એમને ચેતવી રહ્યા : “પુરોહિતજી, આપ તો જાણો જ છો કે ચૈત્યવાસીઓની પૂર્વ અનુમતિ મેળવ્યા વગર કોઈ પણ સુવિહિત શ્રમણને પોતાને ત્યાં આશ્રય આપવો એ ગુનો છે. રાજ્યે અમને આપેલ આ તમારો અબાધિત અધિકાર છે, અને એનું ઉલ્લંઘન કરવાનો કોઈને અખત્યાર નથી. " સોમેશ્વરદેવ સ્વસ્થપણે સાંભળી રહ્યા. આવી વાતમાં જીભાજોડીમાં ઊતરવું એમને યોગ્ય ન લાગ્યું. " : આવનારાઓએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું આપ તો સમજુ અને શાણા છો, એટલે આવો ગુનો કરવો આપને ન શોભે. આપ સત્વર એ શ્રમણોને આપને ત્યાંથી વિદાય કરી દો ! ” પુરોહિતજીએ ટૂંકો જ જવાબ વાળ્યો : “ આ વાતનો ન્યાય રાજ્ય ક૨શે. તમારે જે કહેવું હોય તે રાજદરબારે જઈને નિવેદિત કરો. ” ચૈત્યવાસીઓને માટે તો આ પ્રાણપ્રશ્ન હતો. જો થોડીક પણ ઢીલાશ દેખાડાય તો એનું પરિણામ ભવિષ્યમાં શું નું શું આવે ! એક છિદ્રમાંથી અનેક છિદ્ર થતાં કેટલી વાર ? અને તો તો પછી પોતાની બધી સત્તા નામશેષ જ બની જાય ને ? એટલે એમણે તાબડતોબ રાજદરબારે પહોંચીને ફરિયાદ કરી અને વનરાજ ચાવડાના સમયથી ચાલ્યા આવતા પોતાના અધિકારનું જતન કરવા રાજા દુર્લભરાજ પાસે માગણી કરી. દુર્લભરાજે રાજસભામાં એ વાતનો વિચાર કરવાનું કહીને એમને વિદાય કર્યા. બીજે દિવસે રાજસભાનો ખંડ ચિક્કાર ભરાઈ ગયો. રાજા દુર્લભરાજે આસન લીધું અને આ વાતનો વિચાર શરૂ થયો. પુરોહિત સોમેશ્વરે પોતાની વાત મૂકી, ચૈત્યવાસીઓએ જોરપૂર્વક પોતાની વાત રજૂ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225