Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 221
________________ ૨૦૮ ૦ અભિષેક વારેવારે ભાંભરડા મારી રહી છે. એનાં નેત્રોમાં પાપીને પણ પિગળાવી દે એવી કરુણતા ભરી છે. એની વેદના અપાર છે. પાસે એક કમજોર માનવી ઊભો ઊભો આ દેખાવ જોઈને દુઃખી દુઃખી થઈ રહ્યો છે. ગાયનું દુઃખ એનાથી સહ્યું જતું નથી, પણ એની એકલાની શક્તિ નથી કે એ એકલે હાથે એ ગાયને કીચડમાંથી બહાર ખેંચી કાઢે. એ દીન સ્વરે જતાઆવતા જાત્રાળુઓને કરગરીને વીનવી રહ્યો છે ઃ “હે ભક્તજનો ! આ ગાય બિચારી આમ કીચડમાં ફસાઈને બહુ રિબાય છે. એને બહાર કાઢવામાં મને મદદ કરશો તો ભગવાન શંકર તમારું કલ્યાણ કરશે અને આ બાપડી ગાયનો જીવ બચી જશે.” પણ એની આજીજી જાણે બહેરા કાને અથડાય છે. કોઈ એની વાત સાંભળતું નથી. સૌને ભગવાન શંકરનાં દર્શનની અને દર્શન કર્યા પછી પોતાને ઘેર પહોંચી જવાની એવી લગની લાગી છે કે કોઈ ત્યાં થોભતું નથી. હજારો માનવીઓ આ કરુણ દૃશ્યના સાક્ષી બનીને ચાલ્યા જાય છે. પેલો દીન-દુઃખી માનવી સૌને કરગરે છે અને ગાય બિચારી ભાંભરતી રહે છે થોડોક વખત વીત્યો ત્યાં જાત્રાળુઓનો એક સંઘ ત્યાં આવ્યો. એમના દિલમાં ન ઉતાવળ છે, ન દોડાદોડ ! સ્વસ્થ એમનાં મન છે અને શાંત એમનાં હૈયાં છે. સાચા ભાવે એ ભગવાનને ભજવા જાય છે. અને રસ્તામાં કંઈ પરોપકાર થઈ શકતો હોય તો એ કરવાની પણ એમને હોંશ છે. દુઃખી ગાયને દેખીને એ સંઘનું હૈયું કરુણાભીનું થાય છે અને ગાયને કીચડમાંથી બહાર કાઢવા પેલા દીનહીન દેખાતા માનવીને મદદ કરવા સૌ દોડી જાય છે. પણ એટલામાં દૂરથી ગિરિકંદરાઓને ગજવતી. સિંહગર્જના સંભળાય છે, અને પળવારમાં એક ભયંકર સિંહ આંખો તગતગાવતો અને ધૂંવાંપૂવાં થતો સામે આવીને ખડો થાય છે. પોતાના શિકારને જાણે કોઈ હરી જતું હોય એવો ગુસ્સો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225