________________
આમઘડતરનો ઉત્સવ ( શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ : જીવનઝાંખી ) (જન્મ : તા. ૧૨ ૯ ૧૯૦, અવસાન : તા. ૭ ૧૨ ૧૯૮૫)
આ કથાઓ લેખકને જાતઘડતર કરતાં માર્ગમાં મળી આવી છે. એમાં ધબકે છે ધિંગી જીવનકળા. આ વાર્તાઓ માણવા આવો થોડીક ડૂબકી લગાવીએ લેખકના જીવનમાં..
શ્રી રતિભાઈના પિતા “દીપા-ભગત' કહેવાતા. દીક્ષા પણ લીધેલી. એ ધાર્મિકતા રતિભાઈના જીવનમાં જુદી રીતે ખીલી. એમના સમગ્ર ઘડતરમાં સંપીલા, સંસ્કારી કુટુંબનું વાતાવરણ, પંડિતોમુનિવરોની દીર્ઘકાલીન છત્રછાયા અને આપકમાઈનો સંજોગ – એ બધાંએ ભાગ ભજવ્યો. ચંદન ખૂબ લસોટાયું. | એમના સાહિત્યમાં જૈન ધર્મ ને જૈન ઇતિહાસનું એમનું ઊંડું અધ્યયન ખૂબ ડોકાય. પણ ક્યાં ય સાંપ્રદાયિકતા નહિ. કારણ, શિવપુરી (મ.પ્ર.)ની જૈન સંસ્કૃત પાઠશાળામાં એમનું ખૂબ સમતોલ ઘડતર થયું હતું.
શ્રી રતિભાઈ મૂળે તો ઠરેલ ચિંતન-વિવેચનનો જીવ. જૈન ધર્મ, જૈન સંઘ તેમ જ રાષ્ટ્રજીવન વિષે એમના વિચારો ચોખ્ખાચણક ને પાકા, છતાં સૌમ્ય. “ જૈન સત્યપ્રકાશ ” અને “ જૈન ' એ બે સામયિકો દ્વારા વર્ષો સુધી નિર્ભય સત્યકથનનો પરિશ્રમ કર્યો. એમની વાર્તાઓમાં ય આવું ગંભીર વિચારભાતું ખૂબ મળે.
દરેક બાબતનો સાચો ઇતિહાસ જાણીને, તપાસ કરીને લખે. વાર્તાઓમાં ય એવું પૂરું ધ્યાન રાખે. એમની આવી ચીવટને કારણે એમની કલમે કચ્છના ભદ્રેશ્વર તીર્થનો સુંદર ઇતિહાસ તેમ જ આણંદજી કલ્યાણજીની પેઢીનો વિસ્તૃત ઇતિહાસ પણ મળ્યા. ઉપરાંત અનેક વ્યક્તિચરિતો, સંસ્થા પરિચયો, તીર્થપરિચયો રસાળ ભાષામાં લખ્યાં. ને પોતાના ચોખ્ખા, નિર્ભય જીવનને કારણે જૈન શ્રમણ સંસ્થામાં તટસ્થપણે ઠીકઠીક ઊંડા ઊતરેલા. બદીઓ હોય તે બેધડક ચીંધી બતાવે. તો ગુણિયલ સાધુઓ પર તન-મન-ધનથી વારી જાય પણ એવા. જૈન પરંપરાના પ્રાચીન મહાન આચાર્યો માટે એમનું હૃદય ભાવભીનું. આ કથાઓમાં એવાં રસપૂર્ણ શ્રમણચરિત્રો પણ યાદગાર છે. - તો સાથેસાથે દેશની આમપ્રજા વિષે, કુટુંબ-સમાજ વિષે, અર્થકારણની બેઢંગી રફતાર વિષે એમની ઊંડી જાણકારી અને સંવેદના. ટૂંકી આવક, છતાં અપાર અતિથિભક્તિ, માનવભક્તિ. એમની અનેક વાર્તાઓમાં આ માનવભક્તિ ઊભરાય છે.
સમાજના અવગણાયેલા અંગરૂપ નારી બાબત એમના હૃદયમાં ઊંડાં આદર અને કરુણા. એટલે એમના હૈયે ચડેલાં અનેક તેજસ્વી નારીચરિતો આમાં સુપેરે ડોકાય છે.
લેખકના જીવનની જેમ આ કથાઓનું વાચન એટલે ય આત્મઘડતરનો ઉત્સવ !
રામ વિભાગ
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org