Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 222
________________ સાચી પ્રભુસેવા ૨૦૯ સિંહના મોં ઉપર અને એની આંખોમાં વ્યાપી રહે છે. અને ભયનો માર્યો યાત્રાળુસંઘ ગાયને એમ ને એમ પડતી મૂકીને પોતાને માર્ગે ચાલતો થાય છે. યાત્રાળુઓના સંઘો એક પછી એક ચાલ્યા જ આવે છે અને એમ ને એમ ચાલ્યા જ જાય છે. અને ગાય બિચારી રિબાયા જ કરે છે ! અને સમય તો કોઈની પણ પરવા કર્યા વગર પોતાનાં ચક્રો ફેરવ્યા જ કરે છે. મધ્યાહ્ન વીતી ગયો છે. મોટા ભાગના ભક્તો મહાદેવજીની પૂજાથી પરવારી પાછા ફરી ગયા છે. ત્યાં દૂરથી એક વૃદ્ધ ભક્ત ધીમા ડગ ભરતો આવી રહ્યો છે. નબળી એની કાયા છે. એ અકિંચન જેવો દેખાય છે. ખાલી એના હાથ છે; ન એમાં પૂજાની સામગ્રીનો ઠઠારો છે. એ તો અણુઓળખાયો, અણપુછાયો એકલો એકલો ચાલ્યો આવે છે ! ગાયની નજીક આવતાં એ થંભી ગયો. એનું હૈયું કરુણાની લાગણીથી ભરાઈ ગયું. એના દિલમાં ભગવાન શંકરના મહાપ્રાસાદે પહોંચી જવાની કશી જ ઉતાવળ નથી. એ તો ધીમેથી પેલા માનવી પાસે ગયો અને ગાયને બહાર કાઢવા ઘૂંટણપૂર કાદવમાં જઈ ખડો થયો. એને ન શરી૨ બગડવાની જરા ય ચિંતા હતી કે ન અસૂર થઈ જવાની પરવા. એના અંતરમાં તો જેમ બને તેમ જલદી એ ગાયનું દુઃખ દૂર કરવાની નરી કરુણા જ હિલોળા મારી રહી હતી, અને એ કરુણાની આગળ એને મન બીજું બધું તૃણ સમાન બની ગયું. એ તો ગાયને બચાવીને જ જંપવાનો હતો. ગાય બચે એટલે જાત્રા સફળ ! સિંહની ભયંકર ગર્જના કે એની યમરાજ સમી વિકરાળ મુખમુદ્રા પણ એના દિલને ચળાવી શકતી હતી. એ તો મરણિયો બનીને પેલા માનવીની સાથે પોતાના કામમાં લાગી ગયો. મરવાની એને લેશ પણ પરવા ન હતી. અને પળવારમાં જ એનું કાર્ય સફળ થયું. જીવલેણ પીડામાં પડેલી ગાય બહાર આવી અને પોતાના ઉદ્ધારકની સામે આભારભરી દૃષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225