Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 220
________________ સાચી પ્રભુસેવા ૨૦૭ મહાદેવજી કહે છે : “સતી ! બહારથી દેખાય એ બધું સાચું ન માની લેવું ! ઊજળું એટલું બધું દૂધ કે પીળું એટલું બધું સોનું, એમ ન સમજવું. ઉપરની ભક્તિ તો બધા ય કરે, પણ ભક્ત તરીકેની આકરી કસોટીમાંથી જે પાર ઊતરે એ જ સાચો ભક્ત ! દેખાવે તો બધાં ય મોતી સરખાં લાગે, પણ એરણ ઉપર મુકાઈને ઘણનો માર પડવા છતાં જે ન ફૂટે એ જ સાચું મોતી; બાકી ટકિયાં મોતીનો તો દુનિયામાં કંઈ પાર જ નથી. મારા ભક્તોનું પણ એમ જ સમજવું. સાચો ભક્ત તો લાખે એકાદ જ મળે !” પણ પાર્વતીજીના મનનું આથી સમાધાન ન થયું, એટલે મહાદેવજીએ એમને આ વાતનું વખત આવ્યે પારખું કરી આપવાનું કબૂલ કર્યું. આમ ને આમ થોડોક વખત વીતી ગયો. [ ૨ ] મહાદેવજીની પૂજાનું મહાશિવરાત્રિનું આજે મહાપર્વ છે. ભગવાન શંકરનો ચરણસ્પર્શ કરી, એમની ચરણધૂલિકા માથે ચડાવી, પોતાની જાતને ધન્ય બનાવવા દૂર દૂરની ગિરિકંદરાઓમાંથી લાખો નર-નારીઓનો વણથંભ્યો પ્રવાહ પર્વતના માર્ગે ચાલ્યો આવે છે. હિમાલયની પહોળી પહોળી ભૂમિ જાણે આજે સાંકડી બની ગઈ છે. ચારેકોર જાણે માનવમહેરામણ ઊભરાયો છે. કોઈ યાત્રી મહાદેવનાં સ્તોત્રોનું ગાન કરતાં આવે છે, તો કોઈના હાથ પૂજાપાની સામગ્રીથી શોભી રહ્યા છે. કોઈ મહાદેવજીના ચિંતનમાં મગ્ન છે, તો કોઈ મહાદેવજીનો જયજયકાર પોકારી ગિરિમાળાને ગજાવી મૂકે છે. સૌને મહાદેવજીની પાસે પહોંચવાની ઉતાવળ છે. મહાદેવજીનો ઊંચો ઊંચો પ્રાસાદ જ્યાંથી થોડે દૂર છે ત્યાં, પર્વતની પહોળી કેડીની એક બાજુ ઉપર, એક કીચડથી ભરેલું માદળું છે. એ માદળામાં એક ઘરડી અને નબળી ગાય ખેતી ગઈ છે. એ દુઃખમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225