________________
કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર
--
જીવતાં તમે મારું ઘર નહીં લૂંટી શકો. મારા મર્યા પછી ચાહે તે કરજો ! ” બહારવટિયાના દિલને આ મર્દાનગીભર્યો વીર ભાવી ગયો. એટલે કહ્યું : “શાબાશ મર્દ !” અને પછી પોતાના સાથીઓને હુકમ કર્યો : “બેલીઓ, પાછા ફરો. આવા મને મારવાનો ન હોય ! એનાં ઘરબાર લૂંટવાનાંય ન હોય !”
બેલીઓ થંભી ગયા. પછી બહારવિટયા મૌવરે સરૂપચંદ તરફ હસીને કહ્યું : “ બસ બચ્ચા, બીજું કાંઈ જોઈતું હોય તો માગી લે !” સરૂપચંદ પણ પાછો પડે એવો ન હતો. એણે કહ્યું : “ આજે ગામ લૂંટ્યા વગર જ ચાલ્યા જાઓ તો ખરા. ”
સાચે જ બહારવટિયા તે દિવસે દેશલપુરને લૂંટ્યા વગર જ ચાલ્યા
ગયા..
પૂ. મુ. શ્રી કલ્યાણચંદ્રજી બાપા પાસેથી સાંભળીને આ પ્રસંગ સાભાર લખ્યો
છે.
Jain Education International
૨૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org