Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 219
________________ ac સાચી પ્રભુસેવા સવારનો રળિયામણો સમય છે. સામે હિમાલય સમો રૂપરૂપના અંબાર જેવો પહાડ છે. ચારેકોર પથરાયેલ હિમના ઢગલાઓથી રૂપેરસ્યાં ભાસતાં હિમાલયનાં શૃંગોમાં સૂર્યનાં સોનેરી કિરણો અજબ રંગભંગી રચી રહ્યાં છે. જાણે ચોમેર અસંખ્ય આભલાં જડી દીધાં હોય એવો તેજ વેરતો ઝળહળાટ પોતાના હૈયામાં પાર વિનાનાં પ્રતિબિંબોને ઝીલી રહ્યો છે. પક્ષીઓના મધુર કલરવ હવામાં ડોલતાં વૃક્ષોનાં પાંદડાંના મર્મરધ્વનિ સાથે ભળી જઈને કર્ણપ્રિય સૂરાવલીઓને છેડી રહ્યા છે. મનનો મોર નાચી ઊઠે એવો સમય છે ! આવા સુંદર સમયે ભગવાન શંકર અને સતી પાર્વતી પોતાના સંતાન સમા પ્રિય હિમાલયનાં વિવિધ શિખરોમાં ફરવા નીકળ્યાં છે. ઉગ્ર તપસ્વી મહાદેવજીનો કડક મિજાજ આવે સમયે કંઈક કૂણો બને છે, એ પાર્વતીજી ઉપર પ્રસન્ન બની જાય છે. અને પાર્વતીજી પણ પોતાની શંકાઓનાં સમાધાન મેળવવાનું આવે સમયે કદી ચૂકતાં નથી. પોતાને પુત્ર સમાન પ્રિય એવા એક દેવદારના વૃક્ષ તરફ બન્ને સ્નિગ્ધ ભાવે નિહાળી રહ્યાં છે, ત્યારે પાર્વતીજીએ, સહજ ભાવે હોય એમ, મહાદેવજીને પ્રશ્ન કર્યો : “સ્વામી! આપના ભક્તોનો તો કંઈ પાર નથી. અસંખ્ય માનવીઓ આપની ઉપાસના કરે છે. બધા ય સમાન ભાવે આપને સેવે છે. છતાં રાજ્યનું દાન તો આપ લાખમાં એકાદ ભક્તને જ કરો છો, એમ કેમ ? આપના જેવા મહાપુરુષને, પોતાની સમાન ભાવે ઉપાસના કરતા પોતાના ભક્તો વચ્ચે આવો ભેદભાવ કરવો કે આવો વેરોવંચો રાખવો એ શોભે ખરો ? આપને મન તો સહુ સમાન હોવા ઘટે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225