________________
ઉદારતા ૧૯૯
કે : “મૂળ તો અમે વેદધર્મના ઉપાસક, પણ શ્રમણધર્મની અહિંસાથી આકર્ષાઈને અમે આ ધર્મનો ભેખ સ્વીકાર્યો છે.
13
પુરોહિત પણ ભારે સમજદાર અને ઉદાર હતા. એમણે કહ્યું, “ સોનું તો ગમે ત્યાંથી પણ લઈ શકાય; એમાં મારાતારાપણાને સ્થાન ન હોય ! ”
પછી તો અન્ય વિદ્વાનોને પણ સોમેશ્વરદેવે પોતાને ત્યાં આમંત્ર્યા, અને બધાએ આ આચાર્યો સાથે ખૂબ જ્ઞાનગોષ્ઠી કરી. બન્ને શ્રમણોનાં જ્ઞાન, સરળતા, સહૃદયતા અને ધ્યેયનિષ્ઠાએ સૌનાં અંતર ઉપર ભારે અસર કરી. સૌનાં હ્રદય ખૂબ સંતુષ્ટ થયાં. સૌ અનુપમ આહ્લાદ અનુભવી રહ્યા. બ્રાહ્મણત્વ અને શ્રમણત્વની સરિતાઓનો જાણે ત્યાં સુભગ સંગમ થઈ ગયો. આમાં બ્રાહ્મણો ઉદાર કે શ્રમણો ઉદાર, એ કળવું જ મુશ્કેલ બની ગયું. જેના અંતરનાં દ્વાર ઊઘડ્યાં એ સૌ ઉદાર પછી એ બ્રાહ્મણ હોય, શ્રમણ હોય કે અન્ય કોઈ હોય !
પણ એટલામાં તો ચૈત્યવાસીઓને ખબર પડી ગઈ કે બે સુવિહિત આચાર્યો પાટણમાં આવ્યા છે અને કોઈએ એમને ઉતારો ન આપ્યો એટલે પુરોહિત સોમેશ્વરદેવે પોતાની આજ્ઞા કે અનુમતિ મેળવ્યા વગર એમને પોતાને ત્યાં ઉતારો આપ્યો છે !
-
એમને થયું : આ તો અમારા અબાધિત અધિકારમાં હસ્તક્ષેપની વાત. આ કેવી રીતે ચલાવી લેવાય ? અને આમ ચાલવા દેવાય તો તો ડોશી મરે એના ભય કરતાં જમ ઘર દેખી જાય એનો ભય એને વધારે લાગ્યો ! આજે આટલી વાત તરફ આંખ આડા કાન કરીએ તો ભવિષ્યમાં એ અનેક દોષોને ઉત્પન્ન કરે, અને છેવટે અમારી સત્તા જ જોખમમાં મુકાઈ જાય. માટે રોગ અને શત્રુને તો ઊગતા જ પામ્યા સારા !
અને સત્તાના મદ આગળ સાધુતાનો વિચાર તો એમના અંતરમાંથી ક્યારનો ય સરી ગયો હતો, એટલે આવું ડગલું ભરતાં અંતર ડંખવાનો તો કોઈ ભય જ ક્યાં હતો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org