________________
૧૯૬ અભિષેક
સાધનામાં ગુરુ-શિષ્યનાં કેટલાંક વર્ષ વીતી ગયાં.
એક વાર આચાર્યે જોયું કે કુંદન હવે પૂર્ણ શુદ્ધ બની ગયું છે. બન્ને શિષ્યો જેમ સંયમમાર્ગમાં જાગ્રત છે, તેમ પ્રવચન-સેવાની પણ પૂરી ધગશ ધરાવે છે. સ્વ અને ૫૨નું કલ્યાણ, એ જ એમનું જીવનધ્યેય બન્યું છે. એટલે યોગ્ય અવસર જોઈને સૂરિજીએ એ બન્ને શ્રમણોને સૂરિપદથી વિભૂષિત કર્યા.
અને પછી તો ધીમે ધીમે આચાર્યે એમની આગળ પોતાનું અંતર ખોલવા માંડ્યું. શાસનનાં હિતાહિતની અનેક વાતો એમને સમજાવી; અત્યારે ધર્મની રક્ષા કેવી રીતે થઈ શકે એ પણ સમજાવ્યું, અને છેવટે ધર્મની નિર્મળ સરિતાને ચૈત્યવાસની શિથિલતાના કીચડે કેવી પંકિલ બનાવી મૂકી છે એનું ચિત્ર દોરી બતાવ્યું.
બન્ને શિષ્યોને એ સમજતાં વાર ન લાગી કે સાધુજીવનમાં પ્રવેશી ગયેલાં આ દૂષણો સૂરિજીના મનને કેટલો સંતાપ પહોંચાડી રહ્યાં હતાં, અને એમના આત્માને શાસનના ભાવિ અંગે કેટલાં ચિંતિત બનાવી રહ્યાં હતાં ! એટલે એ બન્ને શિષ્યો પોતાના ગુરુની આજ્ઞા માથે ચડાવવા તૈયાર થઈ ગયા.
અવસ૨ જોઈને એક દિવસ વર્ધમાનસૂરિજીએ એમને આજ્ઞા ધરી : “મહાનુભાવો, હવે તમે તૈયાર થઈ ગયા છો, અને શાસનની રક્ષાનું કામ હાથ ધરવાનો તમારો સમય પણ પાકી ગયો છે. ” બન્ને શિષ્યો સ્વસ્થ ચિત્તે અને નત મસ્તકે ગુરુઆજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા.
સૂરિજીએ આગળ કહ્યું, “પાટણ આજે શ્રમણોની શિથિલતાનું ધામ બન્યું છે, અને પોતાનો ચેપ અન્યત્ર વિસ્તારી રહ્યું છે. માટે તમે વિના વિલંબે પાટણ પહોંચી જાઓ, અને જે કંઈ કષ્ટો વેઠવાં પડે એ વેઠીને પણ સંયમજીવનની પુનઃ સ્થાપના કરો. મારી આ જ તમને અંતિમ આશા છે, એ જ મારી તમારી પાસેથી અંતિમ ઇચ્છા છે. ધર્મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org