________________
૧૯૪ અભિષેક
પ્રતિજ્ઞા લેવાની શી જરૂર હતી ? આ તો કેવળ આત્મવંચના અને પરવંચનાનો જ માર્ગ. ત્યાગ અને ભોગ એકસાથે ન ટકી શકે. ત્યાગ માટે તો ત્યાગ જ શોભે ! અને જો ભોગ જ ખપતો હોય તો એનો માર્ગ ત્યાગમાર્ગથી સાવ નિરાળો છે.
અને એ સાવધ થઈ ગયા, અને સર્પ જેમ પોતાની કાંચળી ઉતારીને નાસી છૂટે તેમ, તેઓ એ બધા વૈભવ અને પરિગ્રહને તિલાંોલ આપીને અળગા થઈ ગયા અને કઠોર સંયમસાધનામાં લાગી ગયા.
વળી એમને એમ પણ થયું : હું તો આ અવળા માર્ગેથી ઊગરી ગયો, પણ એટલા– માત્રથી ધર્મરક્ષાનું કાર્ય પૂરું થયું ન ગણાય. એ માટે તો આ અધઃપાતના મુખ્ય ધામ સમા પાટણમાં કંઈક પ્રવૃત્તિ ઉપાડવામાં આવે, તો જ ખરા કાર્યનો આરંભ થયો લેખાય.
પાટણમાં તો ત્યારે ચૈત્યવાસી શ્રમણોનું એટલું જોર હતું કે એમની મંજૂરી સિવાય કોઈ સુવિહિત સાધુને પણ નગરમાં ઉતારો ન મળતો ! જાણે તેઓ આ કાર્યમાં એક પ્રકારનો રાજસત્તા જેવો જ અધિકાર ભોગવતા થઈ ગયા હતા !
સત્તાના આ કિલ્લાને તોડવાનું કામ સરળ ન હતું. તેમ ધર્મમાર્ગને શુદ્ધ કરવા માટે એની સામે થયા વગર પણ ચાલે એમ ન હતું. એમનું મન જાણે નિરંતર સંખ્યા કરતું હતું : એવું કામ કરનારા કોઈ સમર્થ હાથ મળી જાય ! પોતાની કાયા તો હવે વૃદ્ધાવસ્થા અને ઉગ્ર આત્માસાધનાને કારણે ડોલવા લાગી હતી.
માલવ દેશમાં તે કાળે રાજા ભોજ રાજ્ય કરતા હતા.
માલવાની રાજધાની ધારાનગરીમાં લક્ષ્મીપતિ નામે એક શ્રેષ્ઠી રહે; જેવો વ્યવહારદક્ષ એવો જ ધર્માત્મા. સાધુ-સંતો અને વિદ્વાન-પંડિતોનો પરમ ભક્ત.
એક દિવસ શ્રીધર અને શ્રીપતિ નામે બે બ્રાહ્મણ યુવાનો લક્ષ્મીપતિ શ્રેષ્ઠીને આંગણે જઈ ચડ્યા. બન્ને સગા ભાઈ. વિદ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org