Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 206
________________ ઉદારતા ગુર્જરદેશમાં ચાવડા વંશના રાજ્યકાળનો અંત આવ્યો હતો અને મૂલરાજદેવ ચૌલુક્ય વંશ (સોલંકી વંશ)ના પ્રથમ રાજવી બન્યા હતા, એ વાતને પણ સાઠ ઉપરાંત વર્ષ વીતી ગયાં હતાં અને પાટણની ગાદી ત્યારે, મૂળરાજદેવની ચોથી પેઢીએ, દુર્લભરાજ સંભાળતા હતા. વિ.સં. ૧૦૬૬ પછીનો એ સમય. છેક વીર વનરાજથી આરંભીને જૈન શ્રમણો ગુર્જરરાષ્ટ્રના યોગક્ષેમમાં પોતાનો સાથ આપતા રહ્યા હતા. શ્રમણોની આ રાષ્ટ્રસેવાના કાર્યો રાજાઓને એમના પ્રત્યે ભક્તિશીલ બનાવ્યા હતા. પણ સમય જતાં સિંહણના દૂધ સમી આ ભક્તિને જીરવવામાં કેટલાક શ્રમણો કાચા સાબિત થયા હતા અને એમાં ચૈત્યવાએ જોર પકડ્યું હતું. પરિણામે આત્મસાધના માટે રચવામાં આવેલાં જિનમંદિરો શ્રમણોનાં વાસસ્થાન સમાં બનવા લાગ્યાં હતાં. જેમ પાટણમાં ચૈત્યવાસે આ સ્થિતિ સર્જી હતી, તેમ બીજાં બીજાં સ્થળોએ પણ એનો ચેપ ફેલાયો હતો. મારવાડમાં કુર્યપુર(કુચેરા)માં પણ આવી જ એક ચૈત્યવાસીઓની ગાદી સ્થપાઈ હતી, અને તેના એ સમયના ગાદીપતિ હતા આચાર્ય શ્રી વર્ધમાનસૂરિ. ચોર્યાશી જિનમંદિરો એમની હકૂમતમાં હતાં. પણ વર્ધમાનસૂરિ તો સાચા આત્માથી પુરુષ હતા, એટલે આ ઠાઠમાઠ, આ પરિગ્રહ અને આ ભોગવૈભવ સાથે એમના મનનો મેળ ન બેઠો. ત્યાગી જીવનમાં આ બધું એમને કેવળ આળપંપાળ અને જંજાળરૂપ જ લાગ્યું. એમને થયું ? જો આ બધો વૈભવ માણવો હતો તો સંયમમાર્ગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225