________________
રાજા અને યોગી ૦ ૧૯૧
રટણમાં લીન બની ગયો છે. એનું રોમરોમ એક જ આંતરનાદથી ગુંજી રહ્યું છે?
અરિહંતે સરણે પવન્જામિ, સિદ્ધ સરણે પવન્જામિ, સાહુ સરણે પવન્જામિ,
કેવલિપન્નત ધર્મ સરણે પવન્જામિ. પહાડ જેવો હાથી છીંકોટા મારી રહ્યો છે. રાજાજીની આજ્ઞા થાય એટલી જ વાર છે – યોગીની મનોહર કાયા પળવારમાં જ ધરતી સાથે રોટલો ! આવા તો કંઈક માનવીઓ મોતને ઘાટ ઊતરી ગયા હતા ! પણ યોગી તો મદઝરતા હાથીની સામે ય ખડકની જેમ અડગ બનીને ખડો છે !
બાદશાહે જોયું કે એનું આ અસ્ત્ર નકામું ગયું ! એનો નશો કંઈક ઊતરી ગયો હતો અને એનામાં માણસાઈ જાગી ઊઠી હતી. એ જાગૃતિએ એને મિત્ર જેવા યોગીની હત્યાના પાતકથી ઉગારી લીધો. છેવટે એણે ગર્જના કરીને કહ્યું : “ગજરાજને પાછો લઈ જાઓ ! અને યોગીરાજ, સાંભળો, આપને અમારા રાજ્યમાંથી આજથી દેશનિકાલ કરવામાં આવે છે. સાથે સાથે, ફક્ત આપના ગુરુ ભાનુચંદ્રને મૂકીને, આપના ધર્મના બધા સાધુઓ-મુમુક્ષુઓને પણ અહીંથી દેશનિકાલ કરવામાં આવે છે.”
યોગી કસોટી પાર કર્યાનો પરમ સંતોષ અનુભવી રહ્યા. એમણે એટલું જ કહ્યું “મંજૂર !”
અને મુનિ સિદ્ધિચંદ્ર તરત જ બાદશાહ જહાંગીરનું રાજ્ય છોડીને માલપુરમાં ચોમાસું રહ્યા. ઘરના ત્યાગીને માટે તો સંસાર આખો ઘર હતો, પછી ચિંતા શી હતી? મનમાં એક જ દુઃખ હતું જીવનદાતા ગુરુનો વિયોગ થયો હતો ! પણ એ પણ યોગમાર્ગના સાધકની એક કસોટી જ હતી. એને પાર કરીને પોતાની સંયમ-સાધનાના સુવર્ણને વધુ ઉજ્જવળ કરવાનું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org