Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 202
________________ રાજા અને યોગી યોગી વિદાય થયા. જાણે એમનું મન બોલી રહ્યું હતું : આજની વાત આજે; કાલની વાતનો વિચાર કાલે કરીશું – અણીનો ચૂક્યો સો વર્ષ જીવે ! યોગી યોગીની રીતે વિચારતા હતા; રાજા રાજાની રીતે વિચારતા હતા; બન્ને જાણે આવતી કાલે પોતાના મનની વાતને સાચી ઠરાવવા અને એનો અમલ કરવા પોતાની જાતને સજ્જ કરી રહ્યા હતા. ૧૮૯ બીજે દિવસે મળ્યા ત્યારે રાજાએ પૂછ્યું : “ કહો યોગી મહારાજ, મારી વાતનો શો જવાબ છે ?” એ આજ નશામાં ચકચૂર હતો. યોગીએ કહ્યું : “ જવાબ એક જ ઃ આપની વાત આપ પાછી ખેંચી લો!” રાજા ઉશ્કેરાઈ ગયો : “આપ એક બાદશાહની વાતનો આ રીતે ઇન્કાર કરો છો ?" t આમાં આપની વાતના ઇન્કારનો નહીં, પણ મારા મનની વાતના સ્વીકારનો સવાલ છે. ” રાજાથી ન સહેવાયું : “આપે અમારી વાત માનવી જ પડશે. ” યોગીએ કહ્યું ઃ કોઈને આ રીતે એના પ્રાણ આપવાની આજ્ઞા આપ કેવી રીતે કરી શકો ?” નૂરજહાંએ જોયું કે વાત ખોટી રીતે મમતે ચડી રહી છે. એણે યોગીને સમજાવવા કહ્યું : “ભોગની ઉંમરમાં યોગ, એ જિંદગીને બન્ને રીતે બરબાદ કરવાનો રાહ છે ! અત્યારે આપ બાદશાહ-સલામતની વાત માની લ્યો, વખત પાકશે ત્યારે યોગને માર્ગે જતાં આપને કોઈ નહીં રોકે ! આ ઉંમરમાં સંયમનું આચરણ શક્ય જ નથી. ” મુનિએ કહ્યું : “ આ જિંદગીનો શો ભરોસો ? અને આપ પોતે જ ક્યાં નથી જાણતાં કે બલ્બના રાજાએ ભરયુવાનીમાં જ સંયમનો માર્ગ સ્વીકાર્યો હતો. ઉંમર નાની હોય કે મોટી, એ કોઈ મહત્ત્વની વાત નથી; મહત્ત્વની વાત છે મનની તૈયારીની. અને આવી તૈયારી તો જેટલી નાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225