Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 201
________________ ૧૮૮ ૦ અભિષેક માર્ગ મને તો અકાળે આંબો પકવવાની પાગલ મુરાદ જેવો નકામો લાગે છે ! માટે એ બધી ઝંઝટ છોડી દો અને બે ઘડીની જિંદગાનીની મોજ લૂંટી લ્યો. આપ આપનો જોગ તજીને અમારી સાથે આવીને હંમેશાંને માટે રહો એવી અમારી મંશા છે. બેહિતની પરી જેવી સ્ત્રી અને જોઈએ તેટલી દોલત આપવાનું અમે આપને વચન આપીએ છીએ. આપને કોઈ જાતની તકલીફ નહીં આવવા દઈએ. જિંદગીની મોજ માણવામાં હજી કંઈ મોડું થયું નથી.” યુવાન મુનિ વિચારી રહ્યા : બાદશાહ આ શું કહેતો હતો ? બાદશાહને આજે શું થયું હતું ? મુનિએ હસીને કહ્યું: “આમાં તકલીફનો કોઈ સવાલ નથી. અમારી સાધનામાં જો અમને તકલીફનો અનુભવ થતો હોત તો, આ યોગનો માર્ગ સ્વીકારવાના બદલે, સંસારનાં સુખ-ભોગમાં પડતાં અમને કોણ રોકી શકવાનું હતું ? પણ આમાં અમને કંઈ તકલીફ છે જ નહીં, ઊલટું આમાં જ અમને મોજ મળે છે. પછી આ યોગનો ત્યાગ કરીને બંને રીતે ભ્રષ્ટ થવાની શી જરૂર ?” બાદશાહને જે મુશ્કેલ લાગતું હતું, તે આ યુવાન યોગીને સહજ લાગતું હતું. પણ લીધી વાતને પડતી મૂકવાની આવડત જહાંગીરમાં ન હતી. જાણે છેવટની આજ્ઞા આપતો હોય એમ એણે કહ્યું : “આપની વાત અમને સમજાતી નથી; આપે અમારી વાત માનવા તૈયાર થવું જ પડશે !” સિદ્ધિચંદ્ર પોતાની વાતમાં મક્કમ હતા. એમણે એટલું જ કહ્યું : આપની વાત ન માની શકાય એવી છે. આપને કોઈ અત્યારે યોગી બનવાનું કહે તો એ કેવું લાગે ?” બાદશાહ વિશેષ આઘાત અનુભવી રહ્યો : મારી વાતનો આવો બેઅદબ જવાબ ! પણ એ ગમ ખાઈ ગયો. એણે કહ્યું : “અચ્છા, અચ્છા, આપ અમારી વાતનો વિચાર કરજો. આનો ફેંસલો આપણે કાલે કરીશું. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225