________________
રાજા અને યોગી ૦ ૧૮૫
ચમકદાર હતું એવું જ આબદાર નીવડ્યું. રાજકુટુંબનો પરિચય સિદ્ધિચંદ્રના સંયમને કશી હાનિ પહોંચાડી ન શક્યો. ઊલટું, આવી અગ્નિપરીક્ષાથી ગુરુને પોતાનું ગુરુપદ ચરિતાર્થ થયું લાગ્યું. તેઓ - અંતરનો સંતોષ અનુભવી રહ્યા.
સમ્રાટ અકબરનો સ્વર્ગવાસ થયો. શાહજાદો સલીમ જહાંગીરનું નામ ધારણ કરી સમ્રાટ બન્યો. સિદ્ધિચંદ્રને એની સાથે અકબર કરતાં ય ગાઢ સ્નેહ બંધાયો હતો. યૌવન જેમ પાંગરતું ગયું, તેમ મુનિનું સૌંદર્ય અને પાંડિત્ય પણ પાંગરતું ગયું. એની સાથે વાતો કરવાનું જાણે બાદશાહને વ્યસન જ પડી ગયું હતું. નૂરજહાં પણ આ યુવાન સાધુ ઉપર ખૂબ ખુશ હતી.
મુનિ સિદ્ધિચંદ્રની પિછાન તો વર્ષો જૂની હતી, પણ વિલાસનો ભોગી રાજા મુનિના દિલને પિછાની ન શક્યો ! એ મુનિને જોતો અને એને પળે પળે એમ જ થયા કરતું કે આ યૌવનમાં આ ત્યાગ ! આવી સૌંદર્યઝરતી સુકુમાર કાયાનું આવું દમન !
ક્યારેક તો જુવાન જોગી પોતાની ધર્મસ્થા સંભળાવીને વિદાય થાય તે પછી પણ બાદશાહને આવા આવા વિચારો જ સતાવ્યા કરતા. ત્યાગીનો ત્યાગ ભોગીને મન અકળ કોયડો બની ગયો હતો – પાંગળો સીધાં ચઢાણ કેવી રીતે ચઢી શકે ?
બાદશાહ પોતાના મનની વાત ક્યારેક નૂરજહાંને કરતો. સ્વર્ગની અપ્સરા સમી એ નારીને પણ આવા જોગીનો આવો ભેખ ન સમજાતો. એને પણ લાગ્યા કરતું કે સિદ્ધિચંદ્રને સમજાવીને આવા દેહદમનથી પાછા વાળવા જોઈએ. પણ એ કામ કરવું કેવી રીતે ?
જહાંગીર આખરે બાદશાહ હતો. એનો ન્યાય તો વખણાતો, પણ એનો સ્વભાવ ઉતાવળિયો હતો. એને રીઝતાં ય વાર ન લાગતી અને ખીજતાં ય વાર ન લાગતી ! અને કોઈ વિચારને વધુ વખત સુધી મનમાં સંઘરી રાખવાનું તો એનું ગજું જ ન હતું; વિચાર આવ્યો કે તડ ને ફડ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org