Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૪ ૦ અભિષેક ગુરુ-શિષ્ય રાજમહેલથી વિદાય થતા હતા ત્યારે બાદશાહે ભાનુચંદ્રજીને કહ્યું : “આ બાલમુનિને ખૂબ ભણાવજો ! એ ખૂબ મોટા પંડિત થશે અને પોતાના ગુરુનું અને પોતાનું નામ દીપાવશે ! એને જે ઈલમ ભણવો હોય તેની વ્યવસ્થા બરાબર કરી આપશો. અને, જો આપને મંજૂર હોય, તો હું ઇચ્છું છું કે મારા રાજકુમારો એમના ઉસ્તાદો પાસે પઢાઈ કરે છે, તે વખતે તમારા આ શિષ્ય પણ એમની પાસે ભણવા બેસે. ” ગુરુએ બાદશાહની વાત માન્ય રાખી. મુનિ સિદ્ધિચંદ્રને તો ભાવતાં ભોજન મળ્યા જેવું થયું. એનો આત્મા નિરંતર વિદ્યા-ઉપાસનાને જ ઝંખ્યા કરતો હતો. બાળયોગીનું રૂપ જોતાં તો માનવી વિમાસણમાં પડી જતો, કે ક્યાં આવું અદ્ભુત રૂપ અને ક્યાં સાધુજીવનની કઠોર જીવનસાધના ! ઘણાને આ વાતનો મેળ બેસતો ન લાગતો. પણ જો આ બાળમુનિને નજીકથી સમજવાનો અને એના અંતરમાં ડોકિયું કરવાનો અવસર મળી જતો, તો એને એમ જ લાગતું કે આ નયનમનોહર દેહમાં જ્ઞાન અને ચારિત્રની ઝંખના કરતો કોઈ મનમસ્ત યોગીનો આત્મા નિવાસ કરતો હતો. પણ દુનિયામાં એટલી ઝીણવટથી જોનારા કેટલા ? રાજકુમારો તો ઉસ્તાદજી પાસે મનમોજ મુજબ ભણતા, પણ મુનિ સિદ્ધિચંદ્ર તો આવ્યો અવસર ખોવા માગતા ન હતા. જે કંઈ વિદ્યા મેળવી શકાય એમ હતું, તે એમણે દિલ દઈને મેળવી લીધી; તેમાં ય ફારસી ભાષાનું જ્ઞાન તો એવું સારું મેળવ્યું કે એ નાના રાજકુમારોને ક્યારેક ક્યારેક ફારસી ભાષાના પુસ્તકોનો સાર પણ સમજાવતા. આ અધ્યયન દરમ્યાન બાલયોગીને રાજકુમાર સલીમ વગેરેનો પરિચય થયો. શહેનશાહની પ્રસન્નતા તો વરસી હતી, પણ ગુરુને ચિંતા રહેતી કે, આ મોતી ક્યાંય ખોટું – ફટકિયું ન નીવડે ! ત્યાગમાર્ગનો પ્રવાસી શિષ્ય રખે ને રાજસંપર્કથી ભોગમાર્ગનો પથિક બની જાય, અને પોતાને અને જિનશાસનને ખોટ ખમવાનો વખત ન આવે ! પણ આ મોતી જેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225