________________
ચારિત્ર ખાંડાની ધારો જી ! ૦ ૧૭૧
અરણિક ઉપર સ્થિર કરી. એ નજરમાં જાણે વિદ્યુતની વેધક શક્તિ ભરી હતી.
એમાં શું શું ભર્યું હતું ? એમાં અપાર વેદના ભરી હતી, અમાપ કરુણા ભરી હતી અને અસીમ છતાં અબોલ શિક્ષા ભરી હતી !
એ દૃષ્ટિ અરણિકના અંતરને સ્પર્શી ગઈ. અને એ માતાની ચરણરજ માથે ચડાવીને નત મસ્તકે એની સાથે ચાલી નીકળ્યો.
રાગી મટી ફરી વૈરાગી બની ગયો. એ દિવસે માતૃત્વનો અપૂર્વ વિજય થયો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org