________________
૧૮૦ ૦ અભિષેક
ક્યારે ય તૃપ્તિ થતી નથી. ભોગ-વિલાસ એ જ એનો આનંદ છે અને પોતાની ભોગવાસનાનાં પ્રતિબિંબ એને ચોમેર દેખાયા કરે છે. ત્યાગ. વૈરાગ્ય અને સંયમને તો એ જૈફ ઉંમરના ખેલ માને છે. જ્યાં જ્યાં યૌવન ત્યાં ત્યાં વિલાસ અને જ્યાં જ્યાં સૌંદર્ય ત્યાં ત્યાં ભોગવાસના, એ જ એની સમજણ છે. એનાથી જુદી વાત એને સમજાતી નથી. યૌવનથી છલકતું સૌંદર્ય, તેમાં વૈરાગ્યથી પ્રેરાયેલો સંયમ – એ મેળ તો એને ન બનવા જેવો લાગે છે. તેમાં ય આ બાળજોગીનો આવો આકરો વૈરાગ્ય તો જાણે એનાથી બરદાસ્ત જ થઈ શકતો ન હતો. એ તો એમ જ માનતો હતો કે, આવું ક્યારે ય ન બની શકે, ન બનવું જોઈએ. આગ અને પાણી સાથે શી રીતે રહી શકતાં હશે ? – આ મૂંઝવણ એને સતાવતી હતી.
અને છતાં નક્કર સત્ય નજર સામે ખડું હતું ઃ યોગીને તો ન હતો પોતાના થનગનતા યૌવનનો કોઈ ગર્વ કે ન હતું અનુપમ સૌંદર્યઝરતી કાયાનું કોઈ ભાન ! પ્રભુના માર્ગના એ પ્રવાસીને મન કાયા એ કેવળ માયાનું બંધન હતું – અગર જો એની આળપંપાળ અને ભોગવાસનામાં સપડાયા તો ! અને જો રૂપ-કુરૂપની વૈતરણીને તરી જઈને સૌંદર્યની લાલસાને અને ભોગની વાસનાને પાર કરી ગયા, તો એ જ કાયા આત્માના કુંદનને વિશુદ્ધ બનાવવાનું સાધન બને. અને આ બાળયોગીને તો ખપતું હતું આત્માનું જ કુંદન. એ કુંદનનો આશક બનીને એ કાયાના સૌંદર્યની આસક્તિને પાર કરી ગયો હતો – સુંદર અને સુંદર બધું એને મન સરખું હતું.
એક બાજુ સૌંદર્યનો ભોગી રાજા હતો. સામે સૌંદર્યનો ઉદાસી યોગી હતો. અને બે ય વચ્ચે બાળપણની મૈત્રી હતી જોગીને ન જુએ તો રાજા ઉદાસ બની જતો. રાજાને ન મળે તો યોગીને એકાદ પણ સારું કામ કર્યાનો અવસર ન મળ્યા જેવું લાગતું; અને છતાં બન્નેનાં સ્થાન સાવ જુદાં હતાં : એકનું સ્થાન રાજસિંહાસન ઉપર હતું, બીજાનું સ્થાન ધરતી ઉપર હતું, અને ધરતીની માટીમાં મળી જઈને પોતાના અહંને ગાળી નાખીને, અંતરને ખોજવાનું અને સોહને પ્રગટાવવાનું એનું જીવનવ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org