________________
રાજા અને યોગી
હતું; એ માટે જ એ આકરાં તપ તપતો હતો.
"
સમ્રાટ તો ક્યારેક બેચેન બનીને પોતાની રાણીને કહેતો પણ ખરો : “ જોયા આ જોગીના રંગ ! એને આ ઉંમરે આવું શું સૂઝ્યું છે ? કેવી મનોહર સુકુમાર કાયાને એ કેવાં કેવાં કષ્ટો આપીને મુરઝાવી રહ્યો છે ! આવી કાયામાં આવો સંયમ મને તો નામુમકીન અશક્ય લાગે છે. કોઈ પણ રીતે એને આ રાહથી પાછો વાળવો જ જોઈએ. તમે કંઈક એવી તરકીબ શોધી કાઢો; હું પણ એ માટે પૂરેપૂરી કોશિશ કરવા તૈયાર છું. એનો જીવનરાહ બદલવો જ જોઈએ.
—
"
રાણીએ એટલું જ કહ્યું : “ એમ થાય તો સોના જેવું. મારું દિલ પણ એને જોઈને બહુ બેચેન બની જાય છે; જાણે એ દીવાનો બની ગયો હોય એમ જ લાગે છે !”
૧૮૧
રાજા રાજાની રીતે વિચારે છે; યોગી યોગીની રીતે વર્તે છે. એ બેનાં મનનો મેળ મળે એવો કોઈ માર્ગ દેખાતો નથી અને દિવસો એમ ને એમ વીતતા જાય છે.
-
Jain Edgion International
ઇતિહાસકાળનો ત્રણસો સાડાત્રણસો વર્ષ પહેલાંનો જ આ પ્રસંગ છે અને એ પ્રસંગનાં પાત્રો પણ ઇતિહાસના પાને નોંધાયેલાં છે. રાજા તે ભારતવર્ષનો બાદશાહ જહાંગીર લોકવિખ્યાત બાદશાહ અકબરનો ઉત્તરાધિકારી, રાણી તે બાદશાહ જહાંગીરની બેગમ નૂરજહાંન અને બાળયોગી તે શ્રમણધર્મે ચીંધ્યા ત્યાગમાર્ગના સાધક મુનિ સિદ્ધિચંદ્રજી. ત્રણે એકબીજાંથી ખૂબ પિરિચત છે; અને છતાં યોગી તો એ બન્નેથી દૂર ને દૂર જ રહે છે.
સમ્રાટ અકબર ભારે વિચક્ષણ રાજપુરુષ હતો. ધર્મસત્તાનો આદર કર્યા વગર રાજસત્તા સ્થિર ન થઈ શકે અને ટકી પણ ન શકે, એ વાત એ બરાબર જાણતો હતો. તેથી જ એણે જુદા જુદા ધર્મોના ગુરુઓને આમંત્રીને એમની સાથે ધર્મચર્ચા કરવાની પ્રથા શરૂ કરી હતી. સમ્રાટ અકબરે જૈનધર્મના ગુરુઓને પણ ખૂબ આદર આપ્યો
For Private & Personal Use Only
www.jainelibrary.org