________________
૧૭૦ અભિષેક
દેવને ય દુર્લભ એવું માતા-પુત્રનું એ મિલન જેમણે નિહાળ્યું એ ધન્ય બની ગયા.
શરમ અને પશ્ચાત્તાપનાં આંસુ સારતા અરણિકને આશ્વાસન આપતાં સાધ્વી ભદ્રા બોલ્યાં : “વત્સ ! આત્માને અજવાળવાનો મારગ તારાથી તજાય ખરો ? તારા પિતાને તો સંભાર ! ક્યાં તારો ધર્મ અને ક્યાં તું ? ”
વચ્છ ! તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવસુખ સારો જી ! ''
અરણિક શરમાઈ ગયો. એની વાણી જાણે સિવાઈ ગઈ. સુંવાળપને માર્ગે ચાલવા ટેવાઈ ગયેલું એનું મન સંયમજીવનની કઠોરતાના વિચારથી વિહ્વળ બની ગયું.
પણ માતાને શું જવાબ આપવો ?
એક તરફ સાધ્વી માતા હતી, બીજી તરફ મદભર માનુની હતી ! એક તરફ ધગધગતી ધરતી હતી, બીજી તરફ શીતલતા અર્પતી હવેલી હતી ! એક તરફ વૈરાગી શ્રમણજીવનનાં આકરાં તપ, ત્યાગ અને સંયમ હતાં, બીજી તરફ સંસારનાં સુખ, વૈભવ અને વિલાસો હતા !
rr
અરણિક વિમાસી રહ્યો ‘કયે મારગ જવું ? માતાને કે માનુનીને ?' પણ કઠોર માર્ગ અને રુચતો ન હતો. અજાણતાં જ એનાથી બોલાઈ જવાયું :
tr
કાયર છું રે, મારી માવડી ! ચારિત્ર ખાંડાની ધારો જી
Jain Education International
45
* માડી ! માડી ! મને ક્ષમા કર ! ચારિત્રના ખાંડાની ધાર ઉપર ચાલવાનું મારું ગજું નથી !"
"4
ભદ્રા તો સાંભળી જ રહી : મારો અણિક આ શું કહી રહ્યો છે ? એ શું આવો કાયર બની ગયો ?”
પણ હવે વાણીનું કામ ન હતું. સાધ્વી ભદ્રાએ છેલ્લી નજર
""
For Private & Personal Use Only
www.jainelibrary.org