________________
૧૮ અભિષેક
માર્ગે વાળ્યો, એનું તો આ દુષ્પરિણામ નહીં હોય ?
એ વિચારથી તો ભદ્રા પાગલ જેવી બની ગઈ !
એણે માનવીને પૂછવાનું પણ માંડી વાળ્યું અને ‘અરણિક !' ‘મારો અરણિક !’ ના પોકારો પાડતી એ શેરીઓ અને બજારોમાં, ચોરે અને ચૌટે ઘૂમવા લાગી.
ભદ્રાના દુઃખનો કોઈ પાર ન હતો. એનું પુત્રઘેલું હૃદય લોકલાજને વીસરી ગયું અને એના રોમરોમમાંથી ‘અણિક ', · અરશિક'નો સાદ ઊઠી રહ્યો. લોકોને તો જાણે ભારે કૌતુકની વાત બની ગઈ.
પાગલ બનીને અણિકના નામનો પોકાર પાડતી ભદ્રાની પાછળ લોક ટોળે વળ્યું અને ગોકીરો મચ વી રહ્યું. લોકોને મન તો આ એક તમાશો બની ગયો અને તમાશાને તેડાની જરૂર ન રહી.
68
શકે ?
અરણિક, અરણિક કરતી મા ફિરે, ગલીએ ગલીએ બજારો જી !
કહો, કોણે દીઠો રે મારો અરણીલો, પૂંઠે લોક હજારો જી ! ''
ભદ્રા ! ઘેલી ભદ્રા ! માતૃહૃદયનાં મૂલ પામર માનવીઓ શું પામી
ભદ્રાના પોકાર તો ચાલુ જ રહ્યા.
પેલી માનુની અને કુમાર અરણિક હવેલીના ઝરૂખામાં બેઠાં બેઠાં સોના-રૂપાને સોગઠે રમી રહ્યાં હતાં. દાસદાસીઓ પડતો બોલ ઝીલવા તૈયાર ખડાં હતાં. હાસ્ય અને વિનોદ ચાલી રહ્યાં હતાં; જાણે સાક્ષત્ સ્વર્ગનું સુખ ત્યાં વિલસી રહ્યું હતું. ન કોઈ દુઃખ, ન કોઈ અશાતા, ન કોઈ ચિંતા કે ન કોઈ ફિકર !
ત્યાં પોતાના નામનો પોકાર અણિકના કાને અથડાયો. પળભર તો એ સ્તબ્ધ બની ગયો. પણ ફરી પાછો માનુનીના મોહપાશમાં એ ડૂબી ગયો. એને થયું : 'આ તો માત્ર ભ્રમણા ! અહીં મારું નામ
. www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only