________________
ચારિત્ર ખાંડાની ઘારો જી ! ૦ ૧૭ વાત ચાલતી ચાલતી સાધ્વી ભદ્રાને કાને પહોંચી ગઈ.
એ તો માતા! સાંભળીને એને થયું : “મારો અરણિક ખોવાઈ ગયો? અલોપ થઈ ગયો? પણ એવું બને ખરું ? માનવી જેવો માનવી, આમ ક્યાં ખોવાઈ જાય ?'
ધીમે ધીમે એનું માતૃહૃદય જાગ્રત થવા લાગ્યું. સાધ્વીનો વેષ, સાધ્વીજીવનની અખંડ સાધના, આટલા લાંબા સમયનો વૈરાગ્ય અને તપ-ત્યાગ-સંયમની આવી ઉત્કટ આરાધના પણ એના હૃદયના માતૃભાવને ન દબાવી શક્યાં !
અરણિક ! પોતાનો એકનો એક પુત્ર! પોતાના પતિ મુનિ દત્તના સ્વર્ગગમન પછી પોતાને સોંપાયેલી અમૂલખ થાપણ તે મુનિ બનેલો અરણિક ! શું એ વગર મોતે મરી ગયો ?'
એનું માતૃવાત્સલ્ય આજે કોઈ પ્રતિબંધને ગણકારવા તૈયાર ન હતું. એ તો પહોંચી ઉપાશ્રયે અને શ્રમણોને વિધવિધ પ્રશ્નો પૂછીને એણે એમને મૂંઝવી માય ! મુનિઓએ કંઈ કંઈ ખુલાસા આપ્યા, પણ એના હૈયાને સંતોષ ન થયો.
એ પોતાના સાધ્વીજીવનને જાણે વીસરી ગઈ.
એ શ્રમણોપાસકોને ઘેર ઘેર ફરવા લાગી અને પૂછવા લાગી, “મારો અરણિક તમારે ત્યાં ભિક્ષા લેવા આવ્યો હતો ?”
પણ એને કયાંય સંતોષકારક ઉત્તર ન મળ્યો.
એનું માતૃહૃદય વધારે ઉત્તેજિત થઈ ગયું. હવે તો એ બહાવરી બની ગઈ, અને રસ્તે ચાલતા જે તે માનવીને પૂછવા લાગી : “ભાઈ ! તમે કયાંય મારા અરણિકને જોયો ? મારા પુત્ર અરણિકને તમે ઓળખો છો ?”
જવાબમાં એ “ના” સાંભળતી અને એનાં નેત્રો અશ્રુથી ઊભરાઈ જતાં. - એક તો પોતાનો પુત્ર અને એમાં ય ધર્મમાર્ગને વરેલો ! ભલા, એની અધોગતિ થવા દેવાય ખરી? એને થયું મેં કાચી ઉંમરે એને ત્યાગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org