________________
૧૩૮ અભિષેક
ચિત્ર મુનિ ચક્રવર્તીની આ સ્થિતિ વિમાસી રહ્યા અને એને બચાવી લેવા એ પુનઃ પુનઃ પુરુષાર્થ કરવા લાગ્યા. પણ બધું રેતીને પીલવા જેવું જ નીવડ્યું !
વાતો તો બહુ બહુ થઈ, પણ એમાંથી થયેલ પ્રીતિભંગનું સાંધણ ન મળ્યું તે ન જ મળ્યું !
પળભર ભાસ થયો કે હવે એ પ્રીતિભંગનો અંત આવવાનો. પણ બન્નેનાં મનનાં વહેણ એવા જુદા માર્ગે વહેતાં થયાં હતાં કે એનો ચિર સંગમ હવે અસંભવ હતો.
આસક્તિદોષે જુદા કરેલ બન્ને ભાઈના માર્ગો સદા કાળને માટે જુદા થઈ ગયા હતા.
આ મિલન જાણે સ્વપ્ન બની ગયું. અને જ્યારે ચિત્ર મુનિ ચક્રવર્તીના મહેલમાંથી વિદાય થયા ત્યારે સદાકાળને માટે એમની પાંચ જનમની પ્રીતનો અંત આવી ગયો !
રે આસક્તિ ! તારો પ્રભાવ !*
ઉત્તરાધ્યયન-સૂત્રના આધારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org