________________
૧૨
એ રાત ને એ પ્રકાશ
અજવાળાં હોય ત્યાં અંધારાં આવે છે, અંધારાં હોય ત્યાં અજવાળાં પ્રગટે છે ઃ સંસારનો આ અફર નિયમ છે.
જે શાસનનો સૂર્ય એક વેળા સહસ્ર કળાએ પ્રકાશતો હતો ત્યાં મેઘલી રાત બેઠી હતી. ધર્મના ધ્વજધારી સાધુઓ શિથિલાચારી બન્યા હતા. દેવમંદિરો માયાનાં ધામ બન્યાં હતાં. ગૃહસ્થો સગવડમાં સંયમ શોધવા લાગ્યા હતા. એ અંધારી રાતમાં સહુ દિન-દિશા ભૂલી બેઠા હતા, છતાં એ વખતે પણ કેટલાક દીપકો પોતાનો સૌમ્ય પ્રકાશ વેરી રહ્યા હતા.
એ રાત અને એ પ્રકાશની આ વાત છે. ગરવો ગૂર્જર દેશ છે.
ગામ અણહિલપુર પાટણ છે. રાજ રાજા સિદ્ધરાજનું . સોલંકી રાજાઓએ રાજમાં સુવર્ણયુગ પ્રગટાવ્યો છે. વાઘબકરી એક તારે પાણી પીએ છે !
ગુજરાતમાં બે ધર્મો મુખ્ય છે ઃ શૈવ અને જૈન ! પ્રજા બંને ધર્મને આદરની નજરે નીરખે છે. રાજા બંને ધર્મ પર સમભાવ રાખે છે. એ વેળા જૈન ધર્મની ખ્યાતિ દેશોદેશમાં છે. જૈનો કર્મવીર ને ધર્મવીર બંને છે. એ કેડે સમશેર બાંધી સમરાંણ ખેલે છે, અને સાધકને શોભતાં માત્ર બે વસ્ત્ર પહેરી અડવાણે પગે ને ઉઘાડે મસ્તકે સંઘયાત્રાઓ પણ કરે છે. હિસાબ કોડીનો રાખે છે, દાન કોટિનું કરે છે !
એ વખતે અણહિલપુર પાટણમાં સાન્તુ મંત્રીનો વહીવટ ચાલે છે. ગુજરાતનો મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહ હજી બાળક છે. ધાર્યું સાન્ત મહેતાનું થાય છે. સામ, દામ, દંડ ને ભેદ એ ચાર પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org