________________
૧૨
સંતોની ભિક્ષા
સૂરિજી મહારાજ ! ફતેહપુર સિક્રીથી અકબર બાદશાહનો સંદેશો આવ્યો છે. તેઓ આપને મળવા ઝંખે છે, અને એટલા માટે આપ ફતેહપુર સિક્રી પધારો એમ ઇચ્છે છે. આ માટે એમણે ખાસ બે કાસદ મોકલ્યા છે,” આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને અમદાવાદના જૈન સંઘના આગેવાનોએ વિનંતી કરતાં કહ્યું.
સૂરિજી એ વખતે ગંધાર બંદરમાં ચોમાસું બિરાજતા હતા. પળવાર તો તેઓ વિચારમાં પડી ગયા : “ક્યાં ગુજરાત અને ક્યાં ફતેહપુર સિક્રી !” પણ તેઓ ભારે સમયપારખુ અને વિચક્ષણ ધર્મપુરુષ હતા. ભગવાન તીર્થંકરના અહિંસાધર્મનો અને વિશ્વમત્રીના પૈગામનો પ્રસાર કરવાનો વેપાર વધતો હોય, તો તેઓ ગમે ત્યાં જવા તૈયાર હતા. અને શ્રાવકોએ પણ બાદશાહનું આમંત્રણ સ્વીકારવા આગ્રહપૂર્વક વિનંતી કરી. - આચાર્યશ્રીએ વિચાર્યું : “એક બાદશાહના હૈયે ધર્મની વાત વસે તો ધર્મની વિશેષ પ્રભાવના થાય અને માનવસમૂહનું પણ કલ્યાણ થાય. ' તેઓએ ચોમાસું પૂરું થયે ફતેહપુર સિક્રી તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો.
વાત આમ બની હતી ?
સમ્રાટ અકબરનું વ્યક્તિત્વ ભારે વિલક્ષણ હતું. એક બાજુ એની વિલાસ-પ્રિયતાની કંઈ કંઈ વાતો અને દંતકથાઓ પ્રજામાં બોલાતી હતી; તો બીજી બાજુ એની ધર્મજિજ્ઞાસા પણ ખૂબ પંકાતી હતી. વળી એની રાજ કરવાની નીતિ એવી ઉદાર હતી કે બધા એને ૫ નો માનતા. તેથી તો ઈતિહાસકારોએ મુગલ સમ્રાટ અકબરની સરખામણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org