________________
૧૪૮ ૦ અભિષેક
વખત આવ્યે માનવીનું ખૂન કરવું એ તો એને મન રમતવાત હતી ! હતો. તો એ નાનો સરખો ઠાકોર, પણ એની નામના ભયંકર બહારવટિયાની હતી. કોઈ વ્યસન એવું નહીં કે જે એને વળગ્યું ન હોય ! ' સૂરિજીના કાને આ ઠાકોરની રંજાડની વાત પહોંચી ગઈ હતી. એમને થયું કે આવો કર્મચૂર માનવી સુધરી જાય તો કેવું સારું ! ચંડકૌશિક જેવા વિષધરનો ઉદ્ધાર કરનાર ભગવાન મહાવીરના ધર્મના ભેખધારી સૂરિજી કંઈક આવી જ ભાવના ભાવી રહ્યા.
જેમને દિલ્લીના બાદશાહે સામે ચાલીને તેડું મોકલ્યું હતું, એવા મોટા સંત પુરુષ પોતાના ગામમાં પધારે, અને પોતે વિવેક ખાતર પણ એમનાં દર્શને ન જાય તો એ કેવું કહેવાય ? જાણે અર્જુનસિંગનો આત્મા જાગી ઊઠ્યો હોય, એમ એને આવો વિચાર આવ્યો.
અર્જુનસિંગ સૂરિજીની પાસે પહોંચ્યો. સૂરિજીની પ્રશાંત આકૃતિ અને વાત્સલ્યસભર તથા સમતારસ વરસાવતી વાણી જાણે અર્જુનસિંગના અંતરને કામણ કરી ગઈ ! એણે આચાર્યશ્રીને વિનંતી કરી, “મહારાજ ! મારા ઘરે ભિક્ષા લેવા પધારીને મારું આંગણું પાવન કરવાની કૃપા કરો !”
લાગ જોઈને સૂરિજીએ કહ્યું: “મu• કવ ! અન્ન-જળની ભિક્ષા તો ઘડી-બે ઘડી જ કામ લાગે અને પછી તો એ ભુલાઈ પણ જાય ! એટલે અમારે તો તમારી પાસેથી અમને, તમને અને સૌને સદાકાળ કામ લાગે એવી ભિક્ષા જોઈએ છે !”
ઠાકોરે લાગણીભમાં સ્વરે એટલું જ કહ્યું : “આજ્ઞા કરો મહારાજ ! આપ માગો તે આપવા હું તૈયાર છું.”
સૂરિજીએ કહ્યું : “ઠાકોર, ધર્મસાધનાને અર્પણ થયેલ અમારા સાધુજીવનનો સાચો આંહાર તો છે અહિંસા, સત્ય અને સદાચાર. જ્યાં અમને આવી દિવ્ય ભિક્ષા મળે છે, ત્યાં અમારો અને આપનારનો બંનેનો આત્મા કૃતાર્થ થઈ જાય છે. કોઈ દુર્વ્યસનોનો ત્યાગ કરવાની ભિક્ષા આપે તો અમારું રોમ રોમ ખીલી ઊઠે છે. તમે અમને આજે કંઈક આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org