________________
સંતોની ભિક્ષા ૧૫૧
પ્રશંસી રહ્યા : કેવા સાચા સાધુ ! સાચા ફકીર ! સાચા ઓલિયા ! સાચા ત્યાગી !
એકાદ વર્ષ પછી સૂરિજી ફરી વાર નિરાંતે શહેનશાહ અકબરને મળ્યા ત્યારે સમ્રાટ ખૂબ પ્રસન્ન હતા. બંને વચ્ચે મન ભરીને ખૂબ વાતો થઈ. છૂટા પડતી વખતે શહેનશાહે કંઈક માગવા વિનંતી કરી.
સૂરિજીએ કહ્યું : “ ત્યાગધર્મના ઉપાસકોને શી વાતની ખોટ છે કે જેને માટે અમારે માગણી કરવાની હોય ? અમારી તો એક જ ઝંખના હોય છે, કે અમારા ધર્મનું પાલન અને એનો પ્રસાર થાય, અને જગતના જીવોને અહિંસા અને વિશ્વમૈત્રીની ભાવનાનો લાભ મળે. ”
સમ્રાટે કહ્યું : “મહારાજ ! તો એવું કંઈક માગીને અમને લાભ આપો !”
સૂરિજીએ પ્રસન્ન વદને કહ્યું : “ બાદશાહ ! જો એવી કંઈક ભિક્ષા અમને મળતી હોય તો, એ માટે અમારું પાત્ર સદા તૈયાર જ હોય છે. અને એ પાત્ર તો એટલું વિશાળ છે, કે આપનાર થાકે તો ય લેનાર ન થાકે ! કરુણાને ક્યારે ય અવિધ હોતી નથી. કહો, અમને આપની પાસેથી અહિંસા અને કરુણાની એવી ભિક્ષાનો લાભ મળશે
ખરો ?”
શહેનશાહે કહ્યું : “જરૂર.
સૂરિજીએ કહ્યું : “તો આપો, શહેનશાહ, અમને આજે આપના બધા કેદીઓની મુક્તિની, બંધનમાં રખાયેલાં બધાં પશુઓ અને પક્ષીઓની મુક્તિની, વિશાળ ડાબર સરોવરનાં માછલાં વગેરે જીવો માટે જાળબંધીની અને અમારા પવિત્ર પર્યુષણ મહાપર્વના આઠ દિવસો દરમિયાન કતલખાનાં બંધ રખાવીને જીવોના અભયદાનની ભિક્ષા ! આવી ભિક્ષા લેવા માટે તો અમે સદા તૈયા૨ જ હોઈએ છીએ; અને એમાં અમને સ્થળ, કાળ કે વ્યક્તિના કોઈ સીમાડા નડતા નથી. ”
સમ્રાટે એવી જ પ્રસન્નતાપૂર્વક સૂરિજીની ભિક્ષાઝોળી ભરી દીધી.
Jain Education International
29
For Private & Personal Use Only
www.jainelibrary.org