________________
સંતોની ભિક્ષા ૦ ૧૪૯
ભિક્ષા ન આપો?”
અર્જુનસિંગની આંખોમાં લાગણીનાં અમી ઊભરાઈ આવ્યાં. એણે સૂરિજીનો ચરણસ્પર્શ કરીને કહ્યું : “ગુરુ મહારાજ ! હું રેક માનવી આપ જેવા સંતની ભિક્ષા-ઝોળી તો શી રીતે ભરી શકું? પણ આજથી આપની આજ્ઞા શિરે ધરું છું અને હવેથી બહારવટું નહીં ખેડવાની, લોકોની રંજાડ બંધ કરવાની અને શિકારમાં નિર્દોષ પશુઓના પ્રાણ નહીં હરવાની હું પ્રતિજ્ઞા લઉં છું. હું હવે વ્યસનોમાંથી મારી જાતને બહાર કાઢવાનો હંમેશાં પ્રયત્ન કરીશ. મને આશીર્વાદ આપો કે હું મારી પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરી શકું !”
સંતમહાત્માની ભિક્ષા-ઝોળી તે દિવસે લોકોપકારક સત્કાર્યથી ભરાઈ ગઈ.
સમ્રાટને પ્રતિબોધવાના શુભકાર્યને જાણે તે દિવસે શુભ શુકન થયાં.
પાંચ-છ મહિનાના વિહાર પછી સૂરિજી ફતેહપુર સિક્રી પહોંચી ગયા. અને બીજે દિવસે સમ્રાટનું અને સૂરિજીનું મિલન થયું. સમ્રાટના. પ્રિય સાથી અને વિદ્યાના સાચા ચાહક અબુલ ફજલ એ વખતે હાજર હતા. - સંતમિલનની પોતાની ઝંખના પૂરી થઈ તેથી બાદશાહ અકબર ખૂબ પ્રસન્ન થયા. સંતનાં નિર્મળ જીવન, નિખાલસ સ્વભાવ અને પારદર્શી વિદ્વત્તા તેમ જ એમના ત્યાગ-વૈરાગ્યથી શોભતા વ્યક્તિત્વથી સમ્રાટ ખૂબ પ્રભાવિત થયા. જાણે પોતાની જિજ્ઞાસા કે જ્ઞાનતૃષાને છિપાવવાનો સોનેરી અવસર મળ્યો હોય એમ સમ્રાટે શ્રી હીરવિજયસૂરિજીને કંઈ કંઈ સવાલો કર્યા. સૂરિજીએ પણ સમ્રાટની જિજ્ઞાસા સંતોષાય એવા સહજ-સરળ જવાબો આપ્યા.
વાતમાં ને વાતમાં બાદશાહ પોતાની જન્મકુંડળીના ફળની વાત પૂછી બેઠા.
નિરા તે જાણે છે પરથી જ સ્વભાવભર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org