________________
૧૪૦ અભિષેક
રાજનીતિથી રાજકાજ ચાલે છે.*
એક દિવસનો સમો છે. મંત્રીશ્વર સાન્તુ મહેતા હાથી ઉપર બેસી ૨૫વાડીએથી પાછા ફરી રહ્યા છે. માર્ગમાં સાન્રુવસહિકા જિનમંદિર આવ્યું. મંત્રીશ્વરે પોતાના ન્યાયસંપન્ન દ્રવ્યથી આ દેવમંદિર બંધાવ્યું હતું.
મંત્રીશ્વરને દેવાધિદેવ વીતરાગ જિનેશ્વરને નમસ્કાર કરવાની ભાવના થઈ આવી. એ હાથીના હોદ્દેથી નીચે ઊતર્યા અને વિધિપૂર્વક દેવમંદિરમાં દાખલ થયા. પણ અંદર પ્રવેશ કરતાં જ, એમણે જે દૃશ્ય નજરે નિહાળ્યું એથી એ ક્ષણભર સ્તબ્ધ થઈ ગયા.
એમણે જોયું કે એક શ્વેત વસ્ત્રધારી ચૈત્યવાસી યતિ, એક હલકી સ્ત્રી સાથે કામમુકતાભર્યા પ્રેમના આલાપ-સંલાપમાં ભાન ભૂલી ઊભો છે ! એ અશ્લીલ ચેષ્ટાઓ પણ કરે છે ! ઓહ ! આ પતિત દૃશ્ય પોતાની નજરે નિહાળવાનું અને તે પણ જિનેશ્વરના પવિત્ર મંદિરમાં !
મંત્રીશ્વરની વિમાસણનો કોઈ પાર ન રહ્યો ! એમને થયું કે ભગવાન મહાવીરે સંઘવ્યવસ્થા કરતી વેળા જેના ઉપર શાસનની ધુરાને વહન કરવાની જવાબદારી મૂકી હતી, એ યતિસમુદાયની આવી અધોગતિ થા તો પછી એ શાસનની ધુરાના કેવા બેહાલ થવાના ! જેમ નાગણી પોતાનાં જ બચ્ચાંને ખાઈ જાય છે તેમ ધર્મના પાલણહાર અને રાખણહાર ગણાતા ગુરુ જ જો ધર્મનું આવું ભક્ષણ કરે તો પછી ધર્મમાર્ગનું રક્ષણ થાય જ શી રીતે ?
*
મંત્રીશ્વરે જો બીજે કોઈ સ્થળે આ દૃશ્ય જોયું હોત તો તો એક ઘા અને બે કટકા કરે, એવી એમની મનોદશા હતી ! જોયેલું દૃશ્ય એવું કારમું હતું કે મંત્રીશ્વરના દુઃખનો કંઈ પાર ન રહ્યો. પણ દુઃખમાં ભાન ભૂલે એમાંના એ મંત્રીશ્વર ન હતા.
ઇતિહાસમાં ગુજરાતના સુપ્રસિદ્ધ મહામંત્રી તરીકે સાન્ત મહેતાનું નામ છે. શ્રી ક. મા. મુનશીએ પોતાની નવલકથામાં પહેલાં સાન્ત મહેતાનું જ મુખ્ય પાત્ર રાખેલું; પછી બદલીને મુંજાલ મૂક્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org