________________
૧૩૬ ૯ અભિષેક
“ “જન્મા દાસો, મૃગો, હંસો, ચાંડાલો, દેવ સાથમાં; ' – આ અડધા શ્લોકનું બાકીનું અડધિયું મેળવીને આખો શ્લોક પૂરો કરી આપે એવા નરને જે શોધી આપશે તેને મહારાજ બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાનું અરધું રાજ્ય આપશે.”
ઢંઢેરાનો ભાવ એ હતો કે “દાસરૂપે, મૃગરૂપે, હંસરૂપે, ચાંડાલપુત્રરૂપે અને દેવરૂપે – એમ પાંચ જનમ સુધી મારી સાથે ને સાથે રહેનારે મારો ભાઈ આ જન્મે વિખૂટો પડી ગયો છે. એ વિખૂટો પડેલો મારો ભાઈ જ્યાં હોય ત્યાંથી મારી પાસે આવી હાજર થાય અને મારા દુઃખી મનને સુખ-શાંતિ આપે ! મારા ભાઈને શોધી આપનારને હું મારા અરધા રાજ્યનો માલિક બનાવીશ.”
ચક્રવર્તીનો ઢંઢેરો અને આવડું મોટું ઈનામ ! પછી તો પૂછવું જ શું ? એ અડધો શ્લોક તો શહેર શહેર, ગામે ગામ અને ગલીએ ગલીએ માનવીનાં મુખે ગવાવા લાગ્યો – જાણે કોઈ મહાસિદ્ધિમંત્ર ન હોય ! જાણે સૌને એનું ઘેલું લાગ્યું ન હોય !
એક દિવસની વાત છે : ચિત્રમુનિ* ગામેગામ ફરતા ફરતા. કાંડિલ્ય નગરના ઉદ્યાનમાં આવીને ઊતર્યા હતા. ઉદ્યાનનો માળી છોડવાને પાણી પાતાં પાતાં પેલો અરધો શ્લોક ગણગણી રહ્યો હતો. ચિત્રમુનિના કાને એ શબ્દો આવ્યા, અને એ ઊંડા વિચારમાં ઊતરી ગયા.
વિચાર કરતાં કરતાં એમના અંતરમાં પ્રકાશ પથરાય, મને સમજાયું ઃ અરે, આ તો અમારા જ પૂર્વજન્મોની કથા! મારો ભાઈ જ મને શોધતો લાગે છે !
મુનિએ માળીને પોતાની પાસે બોલાવીને એ વાતનું રહસ્ય પૂછ્યું. માળીએ બધી વાત માંડીને કહી સંભળાવી ત્યારે ચિત્રમુનિએ એને કહ્યું : “એ અડધા શ્લોકનું બાકીનું અડધિયું મારી પાસે છે, હું એ અધૂરા શ્લોકને પૂરો કરી આપું છું. જો આ રહ્યો એનો બાકીનો * છઠ્ઠા ભાવમાં પણ ચોથા ભવનું આ નામ જ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org