________________
૧૩૪ ૦ અભિષેક
સંભૂતિમુનિ કંચન અને કામિનીમાં આસક્ત બની ગયા.
એને થયું કેવી સુંદર નારી અને કેવો રૂડો વૈભવ! જો આવી નારી અને આવો વૈભવ ભોગવવા મળે તો જીવન કૃતાર્થ થઈ જાય !
ચિત્ર સંભૂતિની વિહ્વળ મનોદશા પારખી લીધી. એણે એને વારવાનો પ્રયત્ન કર્યો, ઘણી આજીજીઓ કરી, પણ ચિત્રની વિનવણી કારગત થાય એ પહેલાં તો સંભૂતિએ પોતાના સંયમ અને તપનું ફળ માગી લીધું હતું ઃ જો મારા તપ અને સંયમનું ફળ મને મળવાનું હોય તો આવી ઋદ્ધિસિદ્ધિ અને આવી રમણીનો સ્વામી બનવા માટે હું નવા જન્મે ચક્રવર્તી બનું !
બંને ભાઈઓના અંતરના માગોં અહીંથી ફંટાતા હતા : ચિત્રનું ચિત્ત નરી અનાસક્તિમાં જ લીન હતું, અને દુનિયાની કોઈ મોહમાયા સ્પર્શતી ન હતી. સંભૂતિનું મન કેવળ આસક્તિમાં જ ગરકાવ બન્યું હતું; એ તો હવે ચક્રવર્તીપદનું જ રટન કરતું હતું. આયુષ્ય પૂરું કરી બન્ને દેવપણે અવતરે છે.
| [૪] ચક્રવર્તી વિચારે છે : પહેલો જન્મ દાસનો, બીજો મૃગયુગલનો; ત્રીજો હંસયુગલનો; ચોથો ચાંડાલ-પુત્રનો, હવે બન્ને જણા ચમો જનમ ધારણ કરે છે.
પાંચમો અવતાર દેવનો છે. સુંદર દેવલોક છે. બે ય ભાઈ દેવલોકના અપાર સુખો ભોગવી રહ્યા છે. વૈભવ-વિલાસનાં સાધનોનો
ત્યાં કોઈ પાર નથી. સદા સુખની બંસરી ત્યાં બજી રહી છે. ન કોઈ ચિંતા. ન કશી ઉપાધિ.
જરા અને મરણ ત્યાં વીસરી જવાય છે. દુઃખ કે ગ્લાનિનું તો જાણે ત્યાં નામ નથી. સદા આનંદ, આનંદ ને આનંદ જ ત્યાં પ્રવત્ય કરે છે. પણ કાળદેવતા તો એને ય છોડતા નથી. એના કાળ-ઝપાટા તો સ્વર્ગલોકમાં ય ફરી વળે છે અને બન્ને દેવો ત્યાંથી અદ્રશ્ય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org